અંકોલનું ઝાડ આખા ભારત દેશમાં જંગલમાં થાય છે, જેની ઉંચાઈ 25 થી 40 ફૂટ જેટલી હોય છે. તેના વૃક્ષની ગોલાઈ અઢી ફૂટ જેટલી હોય છે. તેની ડાળીઓનો રંગ ખાસ કરીને સફેદ હોય છે. તેના પાંદડા ૩ થી 6 ઇંચ સુધી લાંબા અને થોડા પહોળા અને કરેણના પાંદડા જેવા હોય છે. આ પાન પાનખર ઋતુમાં ખરી જાય છે અને ચૈત્ર અને વૈશાખમાં નવા ઉગે છે.
પાંદડાની ગંધ અને સ્વાદ ખાટો હોય છે તેમજ કડવો હોય છે. તેના ફળ કાચા હોય ત્યારે લાલ અને પાકે ત્યારે જાંબુડીયા જેવા રંગના હોય છે. આ ફળોની અંદર ગોટલી હોય છે. તેમજ તેની અંદરથી બીજ નીકળે છે તે બીજમાં નખ ખુંપતા રસ ભરેલા અનુભવાય છે. આ અંકોલ બે પ્રકારના હોય છે. જેમાં સફેદ અને કાળા એમ બે પ્રકારના હોય છે. અંકોલનું વાનસ્પતિક નામ Alanagium Salvifolium કે Alangium Lamarckii છે.
અસ્થમા દમ: અંકોલના મૂળ લીંબુના રસમાં ઘૂંટીને ઉકાળો બનાવીને અડધી અડધી ચમચી નાની ચમચી સવારમાં અને સાંજે જમ્યા પહેલા બે કલાકે લેવાથી શ્વાસની બીમારીમાં લાભ થાય છે. જે શ્વાસ ફુલાવો, દમ, અસ્થમા તેમજ શરદી ઉધરસ માટે ઉપયોગી થાય છે.
સાપનું ઝેર: અંકોલના મૂળને 100 ગ્રામ લઈને તેને ખાંડીને 1 લીટર પાણીમાં ઉકાળવા જોઈએ. જ્યારે તેમાંથી ત્રીજા ભાગનું પાણી વધ ત્યારે તેને ઉતારીને, ગાળીને દર 15 મીનીટના ગાળામાં 50 ગ્રામ ક્વાથ ગાયના ગરમ કરેલા 50 ગ્રામ ઘી સાથે ભેળવીને પીવડાવવાથી ઉલ્ટી થઈને સાપનું ઝેર નીકળી જશે. ઝેર ઉતર્યા બાદ 8 દિવસ સુધી લીમડાની છાલનો ઉકાળો બનાવીને તેમાં અંકોલના મુળની છાલએક ગ્રામ ચૂર્ણ સવારે અને સાંજે પીવાથી ઝેરની સુક્ષ્મ અસર પણ નાશ પામે છે.
હરસ મસા: હરસમસાથી અસ્વસ્થ રોગી અંકોલના મૂળની છાલનો 1 ગ્રામ ચૂર્ણ કાળા મરી સાથે ફાંકવાથી હરસ મસા મટે છે. નાભિ પર અંકોલના તેલની માલીશ કરવાથી આ શીઘ્રપતન રોગ મટી જાય છે. વાનો દુખાવો મટાડવા માટે અંકોલના તેલની માલીશ ઉપયોગી માનવામાં આવી છે. આ સિવાય અંકોલ ભગંદર, પેટના કૃમિ, સોજો, લોહીની ઉલ્ટી, વીંછીનુંઝેર, મોઢામાં લોહી, ઘાવ, બળતરા કરનારો તાવ, ડેન્ગ્યું તાવ, સફેદ ડાઘ, મૂત્રાઘાત, કબજિયાત વગેરે માટે પણ ઉપયોગી છે.
હડકાયા કુતરાનું ઝેર: સુદર્શન ચૂર્ણ 1.5 ગ્રામ, અંકોલના મૂળની છાલ 1.5 ગ્રામ બંનેને ભેળવીને સવારે અને સાંજે ખોરાકમાં લેવાથી પાગલ કુતરાનું ઝેર નાશ પામેં છે. આ ઉપાય માટે સતત ૩ મહિના સુધી આ ઔષધિનું સેવન કરવું જોઈએ.
ઉંદરનું ઝેર: અંકોલના મૂળની છાલને ઘસીને પીવાથી તથા તેને ઘસીને ઉંદરના કરડવાના સ્થાન પર લગાવવાથી ઝેર અને તેનાથી શરીરમાં ઉપડેલી બળતરા બંને શાંત થાય છે. આ ઉપાય ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે અને અનેક લોકોને ફાયદો થયો છે.
જળોદર: તેના ચૂર્ણની 1.5 ગ્રામ થી ૩ ગ્રામ સુધીની માત્રામાં આપવાથી ઝાડા થઈને અજીર્ણ રોગ તેમજ જળોદર મટે છે. અંકોલના મુમૂળની છાલ લગભગ 1 ગ્રામના ચોથા ભાગ સુધી દિવસમાં 1 થી 2 વખત તથા સાથે યવક્ષાર પ્રયોગ કરવાથી પેટ સાફ થઈને જળોદર મટે છે.
તાવ; 270 મિલી ગ્રામ અંકોલના મૂળનું ચૂર્ણનું સેવન કરવાથી મૌસમી તાવ ઉતરે છે. અંકોલના મૂળ 10 ગ્રામ, કોઠું અબે પીપળા ૩-૩ ગ્રામ તથા બહેડા 6 ગ્રામ તેને એક લીટર પાણીમાં ઉકાળી લો. જ્યારે તેનો આઠમો ભાગ વધે ત્યારે તેને ઠંડું પડીને ગાળી લો તથા તેમાં મિશ્રી ભેળવીને સવારે અને સાંજે પીવાથી તાવ નાબુદ થાય છે.
કોઢનો રોગ: અંકોલના મૂળની છાલ, જાયફળ, જાવિત્રી અને લવિંગ દરેકને 1-1 ગ્રામની માત્રામાં દેવાથી કોઢ બનવાનું બંધ થાય છે, આ પ્રકારે મોટા હડતાળને અંકોલના તેલ ઘૂંટીને ટીકડી બનાવી એક હાંડીમાં પીપળાના ઝાડની રાખ ભરીને તેના પર તે ટીકડી રાખીને ઉપરથી રાખ ભરીને તેના તેને આંચ આપવાથી તેમજ બપોરે તડકે રાખવાથી રાખ થઇ જાય છે, આ રાખ કોઢના અસાધ્ય દર્દોમાં લાભ કરે છે.
લીવર બીમારી: અંકોલને લીવર સંબંધિત તમામ બીમ્રી ઠીક કરવામાં પ્રભાવી માનવામાં આવે છે. તે કમળાને ઠીક કરવામાં પણ ખુબ જ ઉપયોગી છે. જે લોકોને કમળાની તકલીફ હોય તેને અંકોલની મૂળ અને છાલથી બનેલા પાવડરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તે લીવરના સોજાને પણ ઠીક કરે છે. લીવર સંબંધિત તમામ બીમારીઓ માટે અંકોલને ઉપયોગી માનવામાં આવે છે.
માથાનો દુખાવો: અંકોલના તેલીની ઉપયોગીતા વિશે આયુર્વેદમાં ઉલ્લેખ જોવા મળે છે. વિશેષ રીતે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ ઠીક કરવામાં તેને બેહદ અસરકારક ઔષધી માનવામાં આવે છે. જે લોકોને માથામાં દર્દ, તેને અંકોલના તેલથી માલીશ કરવાથી માથાનો દુખાવો મટે છે. ખાસ કરીને અશ્વગંધા સાથે આ પ્રયોગ કરવામાં આવે છે.
કામોત્તેજક: ઘણા પ્રકારની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે શારીરિક પ્રજનન ક્ષમતામાં અને તેના લીધે સેક્સ ઈચ્છામાં ઉણપ આવે છે. કારણ કે તેના લીધે લાંબા સમય સુધી બની રહેલી ચિંતા તેની મુખ્ય કારણ હોય છે. જે લોકોને આ પ્રકારની સમસ્યા હોય તેને અંકોલનું સેવન કરવાથી ફાયદો થાય છે. અંકોલનું ફળ શક્તિશાળી અને કામોત્તેજક હોય છે. તેનું સેવન કરવાથી યૌન ઉત્તેજનામાં ઉણપ અને શીઘ્રપતન જેવી સમસ્યામાં રાહત મળે છે, આ ગુણના આધાર પર અંકોલને કામોત્તેજક માનવામાં આવે છે.
ધાધર: લગભગ 1 ગ્રામનો ચોથો ભાગ અંકોલના મૂળની છાલ દરરોજ ૩ વખત ખાવાથી કે તેના બીજનું તેલ કે મૂળને વાટીને ધાધર પર લગાવવાથી ધાધર મટે છે. ધાધરના ઈલાજ તરીકે તે બેહદ ઉપયોગી ઔષધી છે સાથે તે ચામડીના બીજા રોગો માટ એપણ પ્રભાવી છે.
ગાંઠોનો વા: અંકોલના મૂળની છાલ લગભગ 250 ગ્રામ ખાંડીને વાટીને તેનું ચૂર્ણ બનાવી લો. તેને 5 ગ્લાસ પાણીમાં ઉકાળો. જયારે આ બધા પાણીમાંથી ઉકળતા માત્ર 1 ગ્લાસ પાણી વધે ત્યારે તેમાં એક ગ્લાસ સરસવનું તેલ ભેળવી દો અને ગરમ કરો. જ્યારે આ પાણી બળીને માત્ર તેલ જ વધે ત્યારે તેને ઠંડા પડ્યા બાદ ગાળીને એક શીશીમાં રાખી લો. તેને દરરોજ ત્રણ વખત આ તેલથી માલીશ કરવાથી આ રોગથી મુક્તિ મળે છે.
અછબડાના ડાઘ: આ રોગના ઈલાજ માટે અંકોલના તેલ, ઘઉંનો લોટ અને વાટેલી હળદર ભેળવીને પાણી સાથે લુગદી બનાવી લો. રાત્રે ચહેરા પર તેનો લેપ લગાડો. સવારે તેને ગરમ પાણીથી ધોઈ લો. આવું કરવાથી થોડા જ દિવસોમાં ડાઘ મટી જાય છે અને ચહેરો સુંદર, સૌમ્ય અને આકર્ષક બનીને ઉઘડે છે.
ગોનોરિયા: ગોનોરીયાથી પીડિત લોકો માતાએ અંકોલના ફળનો ગર્ભ અને તલનો ક્ષાર બરાબર માત્રામાં ભેળવીને મધ સાથે સવારે અને બપોરે સેવન કરવું જોઈએ. તેનાથી રોગ જડમૂળમાંથી નાશ પામે છે. ઓછામાં ઓછા 6 મહિના સુધી તેનું સેવન નિયમિત કરવું જોઈએ તેથી આ રોગ સમ્પૂર્ણ નાશ પામે છે.
ઈજાથી લોહી: કોઈ પણ અકસ્માત કે ધારદાર હથિયારથી ઈજા થવાથી, કાંટો કે કાચ વાગવાથી જો ઈજા થાય છે ત્યારે તેના તેલમાં રૂનું પોતું પલાળીને ઈજા ગ્રસ્ત સ્થાન પર બાંધવાથી તેનાથી લોહી નીકળવાનું બંધ થઇ જાય છે.
ઝાડા: તેના ફળનો ગર્ભને વાટીને મધમાં ભેળવીને લુગદી બનાવી લો. ચોખાના ધોવણ સાથે એક એક ચમચી દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી ઝાડા મટી જાય છે. ઝાડાના ઘરેલું ઉપચાર તરીકે તેને ખુબ જ ઉપયોગી માનવામાં આવ્યું છે.
મરડો: મરડાના તેની ૩ ગ્રામ પાંદડાના દૂધ સાથે પીવડાવવાથી ઝાડા થઈને પેટ સાફ થઈ જાય છે. અંકોલની મૂળની છાલના 500 મીલીગ્રામ અને 500 મીલીગ્રામ કુડા છાલ ચૂર્ણ આ બંનેને મિસ્ક કરીને મધમાં ભેળવીને ચોખાના પાણી સાથે સેવન કરવાથી મરડો અને સંગ્રહણીમાં લાભ થાય છે.
ઉપદંશ-સીફીલીશ: સીફીલીસ રોગમાં અંકોલના મૂળની છાલ અડધાથી 1 ગ્રામ દરરોજ ૩ વખત દરરોજ ખાવાથી તથા તેના બીજનું તેલ કે મૂળને વાટીને લગાવવાથી ઉપદંશ અને ઉપદંશથી થનારા રોગ મટે છે. અંકોલનું તેલ સવારે અને સાંજે ઉપદંશના ઘાવ પર લગાવવાથી તેના ઘાવ જલ્દી ઠીક થઇ જાય છે.
આમ, અંકોલ એક ઉત્તમ ઔષધી છે અને ઘણા બધાં રોગોનો ઈલાજ તરીકે ઉપયોગી થાય છે. આ માટે અમે પણ તમારી સહાયતા અને મદદ માટે અહિયાં આ ઉત્તમ ઔષધી વિશે માહિતી આપી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને આ બધાં જ રોગોમાંથી મુક્ત મેળવી શકો.
આવી બીજી 🥑 આયુર્વેદિક માહિતી અને ટીપ્સ 👌 માટે 🍎 “દેશી ઓસડીયા” ફેસબુક પેજ ને લાઈક કરો. દરરોજ ઘરેલું ઉપચાર તમારા ફોનમાં મેળવવા 👉 અહી ક્લિક કરી પેજ લાઈક કરો.