ઘણાબધા લોકોને આંખો પર આંજણી થતી હોય છે. આંજણી આંખની પાંપણ પર થાય છે અને તેમાં પરૂ ભરાય જાય છે, આંજણી મોટાભાગે પાંપણના કિનારે હોય છે, આ આંજણી મોટા ભાગે એક થાય છે પરંતુ સંક્રમણના લીધે તેની સંખ્યા વધી પણ શકે છે. આંજણી બે પ્રકારે થાય છે એક આંખની બહાર અને બીજી આંખની અંદર. આંજણીના લીધે આંખમાં બળતરા, દુખાવો અને આંખોમાંથી પાણી પડવું જેવી સમસ્યાઓ થતી હોય છે.જેના લીધે મોટા ભાગના લોકોને તકલીફ થાય છે. બેકટેરિયા અને અન્ય કારણોસર આંખોની પાંપણ પર આંખોમાં આવેલા પાપણોની અંદર સોજો, ફોલ્લીઅને પીડા થવા લાગે છે. જ્યારે આંજણી મોટી પણ થઇ શકે છે. પરંતુ તે મોટાભાગે ઘરેલું ઉપચાર કરવાથી મટી જાય છે. આંજણી થવા માટે સ્ટેફિલોકોસસ બેક્ટેરિયા જવાબદાર છે.
આંજણી થવાના કારણો: આંખોની બરાબર સફાઈ નહિ થવાથી, આંખોમાં મેકઅપ કરવાથી, હોર્મોન્સમાં પરિવર્તન, વારંવાર આંખો હાથ અડવાથી, જૂની થયેલી વસ્તુઓ આંજવાથી, ગ્રંથીઓમાંથી વધારે તેલ નીકળે, પોષણમાં ઉણપ, ઊંઘની ઉણપ, આંખોમાં આંજણ કરવાથી, ખરાબ ચશ્માં પહેરવાથી, આંખોની અન્ય બીમારીથી, ખરાબ લોહીથી, વિટામીન ડી અને ઈની ઉણપથી,પેટ સાફ નહી થવાથી, કબજીયાત થવાથી, આંજણી થયેલા દર્દીના સંપર્કમાં આવવાથી, ધૂળ વાળા સ્થાનો પર જવાથી, ચામડીના રોગથી, વધારે તણાવ અને ટેન્શનથી તેમજ બેકટેરિયાના સંક્રમણના કારણે આંખમાં આંજણી થઇ શકે છે.
આંજણી સમયે જોવા મળતા લક્ષણો: આખો લાલ થઇ જાય છે, આંખમાં સોજો આવી જાય છે, આંખોમાં ખંજવાળ આવે છે, આંખો પર નાની નાની દાણીઓ થઇ જાય છે, આંખમાં પીડા થાય છે, આંખોમાં સુકાપણું રહે, ગાંઠ ફૂટે ત્યારે પરું નીકળે, આંખમાં પીળા રંગની ફોલ્લી જેવું ગુમડું થાય, પ્રકાશમાં જવાના તકલીફ પડે, આંખોમાં ચીપડા નીકળે, ધુંધલૂ દેખાય, આંખો ઝબકાવતી વખતે દર્દ થાય, વગેરે આંજણી થવાના લક્ષણો છે.
ગરમ પાણી: એક નાનો કપડાનો ટુકડો અને ગરમ પાણી લઈ આ આ ટુકડાને પાણીમાં નાખીને સારી રીતે નીચોવીને આંખ બંધ કરીને આંજણી વાળા વિસ્તાર પર લગાવો. આ કપડું ઠંડું પડે ત્યાં સુધી આંજણી પર રહેવા દો. આ પ્રક્રિયા વારંવાર કરો જેથી આંજણી મટે છે. આ ઉપાય દિવસમાં 4 થી 5 વખત કરવાથી ફાયદો થાય છે, ગરમ પાણી આંજણીને કોમળ બનાવે છે જેથી તેમાં રહેલો ચેપ ફૂટીને બહાર નીકળી જાય છે.
પીલુડી: પીલુડીના પાનનો રસ 2 ચમચી કાઢી, તે નાની શીશીમાં ભરી, તેમાં મોરથુંથું અડધો ગ્રામ ભેળવી દેવું, આ દ્રાવણ રોજ સ્લી પર રૂ લગાવીને તે આ દ્રાવણમાં નાખીને આંખ પર લગાવવાથી આંજણી મટે છે.
ત્રિફળા: 5 ગ્રામ ત્રિફળાનું ચૂર્ણ, 2 ગ્રામ મુલેઠીને સવાર અને સાંજ પાણી સાથે લેવાથી આંજણી મટે છે. ત્રિફળાને આખી રાત પાણીમાં પલાળ્યા બાદ સવારે તેના પાણીમાં કપડાને બોળીને આંખો ધોવાથી આંજણી મટે છે. દરરોજ સવાર અને સાંજે ૩- ૩ ગ્રામ ત્રિફળાનું ચૂર્ણ હળવા ગરમ પાણીમાં નાખીને સેવન કરવાથી આંજણી મટે છે.
કાળી દ્રાક્ષ: 2 કાળી દ્રાક્ષ જરા પાણી સાથે વાટીને તેનો પેસ્ટ પેસ્ટ બનાવી તેમાં 120 મિલીગ્રામ શુદ્ધ હીરાકશીનો બારીક પાવડર ભેળવીને તેને ખરલમાં ઘૂંટીને આ પેસ્ટ 2 થી ૩ વખત આંજણી પર લગાવવાથી આંજણી મટે છે.
વડનું પાન: 5 થી 6 વડના પાંદડા અને પાણી તેમજ એક કપડું લઈ આ ઉપચાર કરવામાં આવે છે. જેમાં 5 થી 6 મિનીટ સુધી વડના પાંદડાને ઉકળવા મૂકી દીધા બાદ તેને ઠંડા પડવા દીધા બાદ આ પાણીમાં સાફ કપડાને ડુબાવીને તેમાંથી કાઢીને તેને 15 મિનીટ સુધી આંખની થયેલી આંજણી પર રાખો. આ પ્રક્રિયા દિવસમાં બેથી ત્રણ વખત કરવાથી આંજણી મટે છે. વડના ઝાડના પાંદડા સોજો અને દુખાવો થતો હોય તેમાં રાહત આપે છે અને સાથે આંખોમાં થયેલા સંક્રમણને રોકે છે જેથી આંજણી મટે છે.
કુવારપાઠું: કુવારપાઠું આંખોની આંજણી માટે ખુબ જ ફાયદાકારક છે. આ કુવારપાઠાના ઘરેલું ઉપચાર તરીકે આંજણીને દુર કરવા માટે તેના પાંદડા લઈને તેનો ગર્ભ કાઢીને આંખો પર થયેલી આંજણી પર લગાવવાથી આંજણી મટે છે. આ કુવાર પાઠાના ગર્ભને ઓછામાં ઓછા 20 મિનીટ સુધી આંખ પર થયેલી આંજણી પર લગાવી રાખ્યા બાદ સાફ પાણીથી ધોઈ લેવું. કુવારપાઠાનો ચીકાસ વાળો આ પદાર્થ આંજણીમાં રહેલા બેકટેરીયાને મારવા માટે સક્ષમ છે. તેના સંક્રમણને રોકીને તે સોજાને દુર કરે છે.
આમલી: આમલીના બીજને સાફ પથ્થર રાખીને ચંદનની જેમ ઘસીને આંજણી પર લગાવવાથી તે તરત ઠંડક મળે છે અને આંજણી પણ ઠીક થઇ જાય છે, આંખની પાપણ પર થયેલી ફોલ્લી પર આમલીના બીજ પાણીમાં ઘસીને ચંદનની જેમ લગાવવાથી આંજણીમાં ખુબ જ રાહત અઆપીને તેને દુર કરે છે.
ગ્રીન ટી: આંખની આંજણી માટે ગ્રીન ટી ખુબ જ ફાયદાકારક છે. જેમાં એવા તત્વો હોય છે જે બેકટેરીયાને આશાનીથી ભગાવી નાખે છે. ગ્રીન ટી માં આવેલું ટેનિન સંક્રમણને આગળ વધતું રોકવા માટે ખુબ જ ઉપયોગી છે. ગ્રીન ટી ને ગરમ પાણીમાં નાખીને આ દ્રાવણને 5 મિનીટ સુધી આંખ પર લગાવી રાખ્યા બાદ તેને હટાવી દેવું. આવું વારંવાર કરવાથી આંજણી મટે છે.
હળદર: હળદરને એન્ટી બાયોટીક માનવામાં આવે છે. જે ખાવા પછી સ્વાદ વધારવા સાથે બીજી અનેક બીમારીઓને દુર કરવા માટે પણ ઉપયોગી છે. આ ઔષધિમાં એવા ગુણ છે કે જે આંખોની આંજણી મટાડવા માટે પણ ખુબ ઉપયોગી છે. એક વાસણમાં 2 કપ પાણી અને તેમાં 1 ચમચી હળદર નાખીને ગરમ કર્યા બાદ ઠંડું થયા બાદ તેમાં સાફ અને સુકું કપડું દુબાડીને આંખમાં થયેલી આંજણી પર લગાવવાથી આંજણીમાં જલ્દીથી આરામ મળે છે.
ધાણા: બે ચમચી ધાણા અને એક કપ પાણી લઈને પાણીને ગરમ કર્યા બાદ તેમાં ધાણાને ગરમ થઈને પલાળવા મૂકી દો. આ પાણીને ગાળીને ઠંડુ પડવા દીધા બાદ આ મિશ્રણથી આંખોને ધોવાથી આંજણી મટે છે. આ ઉપાય દિવસમાં ત્રણ વખત કરવાથી આંજણી મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. ધાણા સોજા વિરોધી ગુણ ધરાવે છે જેથી ધાણા દ્વારા સોજાને દુર કરી શકાય છે અને પાંપણ પર થયેલી આંજણી પણ મટે છે.
એરંડી તેલ: એરંડીનું તેલ અને કપાસના રૂને લઈને આ રૂને તેલમાં બોળીને આંજણી પર લગાવવાથી, હળવે હળવે આંજણીને સાફ કરવાથી આંજણી મટે છે. આં ઉપચાર સતત 15 મિનીટ સુધી કર્યા બાદ નવશેકા પાણીથી આંખોને ધોઈ લેવાથી આંજણીની સમસ્યામાં ખુબ જ ફાયદો આપે છે. આ ઉપાય 2 દિવસમાં બે વખત કરવાથી એરંડી તેલમાં રહેલું હાઈડ્રેટિંગ ગુણ હોય છે જે સંક્રમણ સામે રક્ષણ આપીને આંજણી મટાડે છે. એરંડીના તેલમાં એન્ટીમાયક્રોબીયલ ગુણ સોજાને અને દર્દને દુર કરે છે.
બટેટા: એક નાનકડા બટાટાને લઈને છોલીને છુંદો કર્યા બાદ આ છુંદાને એક કપડામાં રાખીને બાંધી દીધા બાદ 10 થી 15 મિનીટ સુધી આંજણી પર લગાવવાથી આંજણી મટે છે. સારા પરિણામ માટે આ ઉપાય દિવસમાં બે વખત કરવો જરૂરી છે. બટેટામાં હળવું એસ્ટ્રીજેન્ટ હોય છે અને સોજા રોકવાના ગુણ મૌજૂદ હોય છે, તે ગુણથી સોજો, પીડા અને સંક્રમણથી બચાવે છે જેના લીધે આંજણી મટે છે.
લવિંગ: 1 થી 2 લવિંગને વાટીને તેમાં પાણી નાખીને તેનો પેસ્ટ બનાવીને આંખોની સંપૂર્ણ પાંપણો પર આંજીને તેને આંજણી પર લગાવવાથી આંજણી મટે છે. આ પેસ્ટને સુકાવા સુધી આંખો પર રહેવા દેવું જરૂરી છે. લવિંગનું તેલ પણ આંજણી પર પણ લગાવી શકાય છે. આ પેસ્ટને દિવસમાં બે વખત કરવાથી આંખોમાં રાહત રહે છે અને આંજણી મટે છે. લવિંગ ડીસઈફેકટેડ ગુણ ધરાવે છે. સાથે માઈક્રોબીયલ ગુણના લીધે ખુબ જ ફાયદાકારક છે. લવિંગમાં એન્ટીઓક્સીડેંટ ગુણ પણ હોય છે જે આંજણીને ઝડપથી મટાડવા માટે ઉપયોગી છે.
આમ, આંખોની પાંપણો પર થયેલી આંજણીને મટાડવા માટે આ ઉપચારો ખુબ જ ઉપયોગી છે જે સંપૂર્ણ રીતે દેશી અને આયુર્વેદિક હોવાથી અન્ય કોઈ આડઅસર વગર આંજણીને નાબુદ કરે છે. આંજણીની સમસ્યા થવા પર તમે આ ઉપચારો અપનાવી શકો છો જેથી આંજણી મટે છે. આંજણી મટે ત્યાં સુધી આ ઉપચારો ચાલુ રાખવા જરૂરી છે જેના લીધે આંજણી સંપૂર્ણ મટી જાય. અમે આશા રાખીએ છીએ કે આ ઉપચારો તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે આંજણીને દુર કરી શકો.