પેટમાંથી ગેસ બહાર નહિ નીકળી શકવાને કારણે ખુબ જ સમસ્યાઓ આવે છે. પેટમાં ખુબ જ મરોડ થાય છે, દર્દ થાય છે. ઘણી વખત એવું લાગે છે કે હાર્ટએટેક આવી જશે, જીવ ચાલ્યો જશે. જો તમારી સાથે આવી સમસ્યાઓ છે કે પેટમાં ગેસ તો ખુબ જ બને છે, પરંતુ નીકળતી નથી. જ્યાં સુધી પેટમાંથી ગેસ નીકળી ન જાય ત્યાં સુધી આરામ નથી મળતો. આ લેખમાં અમે આ સમસ્યાના ઈલાજ વિશે જણાવીશું.
આપણા શરીરમાં ગેસ બને છે. આપણે જયારે પણ ભોજન કરીએ છીએ ત્યારે ભોજન બાદ જયારે તેનું પાચન થાય છે ત્યારે પેટમાં ગેસનું નિર્માણ થાય છે. પરંતુ ઘણી વખત એવા ઘણા કારણો હોય છે કે જેમાં શરીરમાંથી ગેસ નથી નીકળી શકતો. ખાસ કરીને ઘણા લોકો સાથે એવું બને છે કે તેઓ રાત્રે ભોજન કરે છે તે ભોજન કર્યા બાદ 2 થી 3 કલાક તેમના શરીરમાં ભારેપણું ચાલુ થઈ જાય છે કે પેટ એકદમ ફુલાવાનું ચાલુ થઈ જાય છે.
ગેસ: આ સાથે આયુર્વેદિક દવા બનાવીને ગેસને દુર કરી શકાય છે. આ માથે થોડી હિંગ લેવી. આ હિંગની પ્રકૃતિ ગરમ હોય છે માટે તેને ઘીમાં તળી લેવી, જેથી ખાવામાં ગરમ ન પડે. આ હિંગને ઘીમાં તળી લીધા બાદ તેને ઉતારી લેવી. આ પછી તેમાં થોડું સિંધવ મીઠું નાખવું. આ મીઠું નાખીને તેને બરાબર હલાવીને મિક્સ કરી દેવું. આ રીતે મીઠું મિક્સ થયા બાદ તેમાં થોડા લીંબુના રસના ટીપાં નાખવા. આ ટીપા નાખીને તેને ફરી વાર હલાવીને બરાબર મિક્સ કરી લેવું. આ રીતે એક ઉત્તમ ગેસની દવા બની જાય છે. જેને ભોજન સાથે કે ભોજન બાદ ખાઈ શકાય છે. ભોજનની વચ્ચે જો ખાવામાં આવે તો સારું પરિણામ મળે છે અને સારી રીતે ગેસ બહાર નીકળે છે. આ ઈલાજ કરવાથી અપાન વાયુ અટકવાની કે ફસાવાની જે સમસ્યા થઈ રહી છે તે આ પ્રયોગ કરવાથી દૂર થઈ જશે.
કબજિયાત: જે લોકોને કાયમી કબજીયાત હશે તે લોકોએ આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરવું. આ પાણીમાં માત્ર અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું. જેને આપણે દીવેલ તરીકે ઓળખીએ છીએ. આ દીવેલનો ઉપયોગ કરવાથી પેટ એકદમ સાફ થઇ જાય છે. જે લોકોને કાયમી આ સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ ઉઅપાય ખાસ રાત્રે સૂતી વખતે કરવો. આ ઉપાય રાત્રે ન કરો તેમ હો તો તમારે સવારે વહેલા ઉઠીને પ્રથમ એક ગ્લાસ ગરમ પાણીની અંદર અડધી ચમચી એરંડીયુ નાખીને પીવું. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં અડધી કલાક બાદ પ્રેસર આવશે. જયારે શરીરમાં પ્રેસર આવે અને તમે તમે બાથરૂમ જશો એટલે માત્ર પાંચ જ મીનીટમાં તમારું પેટ સાફ થઇ જશે. પેટમાંથી બધો જ મળ અને કચરો નીકળી જાય છે.
એસીડીટી: દૂધ અને સાકર એસીડીટી દુર કરવાનો શ્રેષ્ઠ અને ઉત્તમ રામબાણ ઈલાજ છે. દુધમાં અનેક ક્ષાર તેમજ કેલ્શિયમ જેવા શરીરને ઉપયોગી તત્વ હો છે. ઠંડુ દૂધ લઈને તેમાં સાકાર ખાંડીને કે વાટી લીધા બાદ દુધમાં ઓગાળીને પીવાથી એસીડીટી મટે છે. આ સાથે એસીડીટીના લીધે આવતા ખાટા ઓડકારો અને પેટમાં અને ગળામાં બળવાની સમસ્યાઓ પણ દુર થાય છે.
ઘણા લોકોને ભોજનમાં ખુબ જ ભારે ખાવાની આદત હોય, ઘણા લોકોને ભોજન બાદ ગળ્યું ખાવાની આદત હોય, ફૂટ સલાડ ખાવાની આદત હોય, પહેલાનો ખોરાક હજમ ન થયો હોય છતાં બીજો ખોરાક ખાવો, રાત્રે મોડા ખાવું, પનીર વગેરે તેમજ તીખો ખોરાક ખાવો. આવા ખોરાકને નકારીને સાદા ખોરાક પર ઉતરી જાવું જોઈએ.
આ સમસ્યાના ઈલાજ માટે આયુર્વેદિક ઉપચારો કરી શકાય છે. 6 રસોમાંથી સૌથી ઉપયોગી અને ટેસ્ટફૂલ રસ છે અમ્લરસ. એટલે કે ખાટો રસ. આ રસ તમારે માટે ખુબ જ જરૂરી ટેસ્ટ છે. આ રસમાં રોકાયેલા મૂઢવાતને રોકવાની આ રસમાં શક્તિ હોય છે. માટે આવા ગેસની સમસ્યાના ઈલાજ માટે ભોજન કરતા સમયે થોડુક લીંબુ નીચોવીને ઉપયોગ કરવો જોઈએ. ભોજન કર્યા બાદ દરરોજ અડધું દાડમ ખાવું જોઈએ.
આમ, આ રીતે કરવાથી ગેસની આ પ્રકારની સમસ્યા આ રીતે પ્રયોગ કરવાથી દૂર થઈ જાય છે. આ ખુબ જ સરળ અને કોઇપણ પ્રકારની સમસ્યા વગરનો ઈલાજ છે. આ ઈલાજ કરવાથી તાત્કાલિક ફાયદો મળે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.