દાંત ખરાબ થઈ જવાની કે દાંતની તકલીફ ઘણા લોકોને જોવા મળે છે. જેમાં દાંતમાં સડો થવો, દાંતમાંથી રસી નીકળવી, દાંત હલવા માંડવા, દાંતમાં પાયોરિયા થવો અને દુર્ગંધ આવવી જેવી સમસ્યાઓ દાંત અને પેઢામાં જોવા મળે છે. આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે.
આ લેખમાં અમેં એક એવા ઉપયોગી પ્રયોગ વિશે જણાવીશું કે આજીવન દાંતની તકલીફમાંથી બચી શકાય. દાંત આજીવન તંદુરસ્ત અને મજબુત રહે અને માત્ર એક જ રૂપિયા જેટલા મામુલી ખર્ચથી દાંતની તકલીફથી બચી શકાય તે પ્રયોગ વિશે જણાવીશું.
આપણે ત્યાં વર્ષો પહેલા કોઈ ટુથ પેસ્ટ બનાવતી કંપનીઓ નહોતી, કોઈ ડેંટીસ્ટો નહોતા કે દાંતના કોઈ ડોકટરો નહોતા. છતાય આપણા પૂર્વજોના દાંત મજબૂત હતા. તે લોકોના દાંત વર્ષો સુધી મજબૂત રહેતા હતા. આ માટે તે લોકો એવી ઔષધીય વસ્તુઓ વાપરતા હતા જેથી તેના દાંત મજબુત રહેતા હતા.
આ પ્રયોગ કરવા માટે સિંધવ મીઠું કે સિંધાલુણ લાવવું સાથે સરસવનું તેલ લેવું. આ બંને વસ્તુઓ બજારમાં મળી રહે છે. આ પ્રયોગ કરવા માટે સિંધવ મીઠું થોડું વાડકીમાં લેવું. તેમાં સરસવનું તેલ નાખવું. આ બંને ઔષધી ભેગી કરીને તેની એક પેસ્ટ બનાવવી. આ પેસ્ટ આપણે જે દાંતે ઘસીએ તેવી પેસ્ટ તૈયાર કરવી.
પેસ્ટ તૈયાર કરતા મીઠું વધારે જણાય તો મીઠું વધારે નાખવું. આવી પેસ્ટ તૈયાર કર્યા પછી આ પેસ્ટને દરરોજ સવારે અને સાંજે બે ટાઈમ આંગળી વડે દાંતના પેઢામાં ઘસવી. જો આંગળી ન ફાવે તો તેને બ્રશથી પણ તમે ઘસી શકો છો. બેથી પાંચ મિનીટ પેઢામાં ઉપર અંગુઠાથી બંને દાંઢોમાં ઉપર આંગળીથી ઘસવાથી આ રીતે પાંચ મિનીટ સુધી ઘસવી.
આ રીતે ઘસી લીધા પછી ફટકડીનો એક મોટો ટુકડો લેવો. આ ટુકડાને એક ગ્લાસ પાણીમાં નાખવો. આ ટુકડો નાખ્યા બાદ એક થી બે મિનીટ આ ટુકડો ચમચીથી અંદર ફેરવવો. આ પછી પૂરી એક મિનીટ થાય એટલે આ ટુકડો કાઢી લેવો અને તેને બાજુમાં મૂકી દેવો. આ જે પાણી તૈયાર થાય છે તેના ચારથી પાંચ વખત કોગળા કરવાથી જેથી ફટકડી વાળું પાણી અંદર બધે જ ફરી શકે.
આ પછી આ કોગળા કરીને મોઢાને ચોખ્ખું કરી નાખવું. આટલું સવારે એક વખત અને સાંજે સેવન કરવું. આ સિંધવ મીઠું અને સરસવના તેલની આ જાતે બનાવેલી ટુથપેસ્ટ વાપરવામાં આવે તો તે અનેક ટુથપેસ્ટ કરતા પણ ફાયદો કરે છે. આપણા વડીલો વર્ષો પહેલા બાવળનું દાંતણ અને આ પેસ્ટનો ઉપયોગ કરતા હતા જેથી તેના દાંત સંપૂર્ણ સ્વસ્થ રહેતા હતા.
જે લોકો પોતાના દાંત મજબુત અને તંદુરસ્ત રાખવા માંગે છે તેમણે આ સિંધવ મીઠું અને સરસવથી બનેલી ટુથપેસ્ટ વાપરવી અને પછી ફટકડીના કોગળા કરી લેવા જેનાથી મોઢું ચોખ્ખું થશે. રાત્રે સુતા પહેલા એક વખત આ ટુથપેસ્ટ ઘસવી અને ફટકડીના કોગળા કરી લેવા. બસ આટલું કરી લેવામાં આવે તો કોઈ ટુથપેસ્ટની જરૂર નહિ પડે.
જેને દાંતની તકલીફ હોય, દાંતમાં સડો લાગી ગયો હોય, દાઢો ચડી ગઈ હોય એવા લોકોએ દિવસમાં પાંચથી 6 વખત આ ફટકડીના પાણીથી કોગળા કરવા અને દિવસમાં 3 થી 4 વખત આ પેસ્ટ ઘસવો. આ પેસ્ટ લગાવવાથી માત્ર 4 જ દિવસમાં દાઢનો દુખાવો મટી જશે.
આ ઉપાય થી પાયોરિયા, દાંતનો સડો, દાંતમાં તકલીફ, દાંત કળવા, દાંતમાંથી રસી નીકળવી, દાંતમાંથી દુર્ગંધ આવવી વગેરે સમસ્યાઓમાં આ ઈલાજ કરવાથી માત્ર ચાર જ દિવસમાં બધું જ પરિણામ 100 ટકા મળી જાય છે.
આ સિવાય દાંતમાં સડો હોય અને દાંતમાં દુખાવો રહેતો હોય તો અને દાઢ કાઢવા સુધીની સમસ્યાઓ આવે ત્યારે ફટકડીને બે ઘૂંટડા જેટલા પાણીમાં નાખીને થોડી હલાવીને કોગળા કરી લેવા. જે બાજુ દુખતું હોય તે બાજુ કોગળા વધારે કરવા. પાંચથી છ દિવસ સુધી સવારે અને સાંજે કોગળા કરવા.
આ સિવાય દાંત-દાઢમાં સડો હોય અને દુખાવો રહેતો હોય તો અડધા ગ્લાસ પાણીમાં બે ચપટી અજમો નાખવો અને તેના પલાળવા મૂકી દેવો. આ પછી કાળા મરીનો પાવડર પણ તેમાં નાખીને પલાળી દેવો. સવારે આ પાણી બનશે ત્યારે તેનો રંગ કેસરી થઈ જશે. આ પાણીમાં ફટકડી નાખીને તેને હલાવીને આ ત્રણ વસ્તુઓ નાખેલા પાણીના સવારે અને સાંજે કોગળા કરવાથી ફાયદો મળશે. આ પ્રયોગ દર 15 દિવસે એક જ વખત કરવો.
આ મિશ્રણમાં અજમો નાખવાથી ઉદ્દીપન તરીકે કાર્ય કરીને આ ફટકડી અને મરીનો પાવર વધારે છે. આ રીતે તે ખુબ જ ઉપયોગી છે. ફટકડીનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણ માટે બધે જ થાય છે. મોટા મોટા પ્લાન્ટોમાં, કુવાઓમાં બધે ફટકડી વપરાય છે. ફટકડીનું મુખ્ય કાર્ય જંતુમુકિત માટેનું છે. જેના લીધે આ દાંતના જંતુના નાશ માટે પણ ફટકડી ઉપયોગી થાય છે.
આ સિવાય દાંતના સડા માટે બોરસલ્લીની છાલનો ઉપયોગી થાય છે. આ માટે આ છાલને મોઢામાં નાખીને તેને ધીમે ધીમે ચાવવી. આ છાલને ચાવતા જે પાણી થાય કે થૂક થાય તેને થૂંકી નાખવું. આ રીતે તેને પાંચથી 6 મિનીટ સુધી ચાવવું. આ છાલ આપણી નજીકના દેશી ઓસડીયાવાળાની દુકાનેથી કે નજીકના બાગ બગીચાઓમાં વૃક્ષો વાવ્યા હોય ત્યાંથી મળી રહે છે.
દાંતમાંથી લોહી નીકળતું હોય તો ફટકડી, મધ અને ઘીનો પ્રયોગ કરી શકાય છે. આ માટે સૌપ્રથમ ફટકડીને શેકી શકાય તેવા કોઈ વાસણમાં નાખીને ફટકડીને ગરમ કરવી. જેને ગરમ થતા તે પ્રવાહી બનશે અને તેમાથી રસ બળી જશે ત્યારે તેનું પતાસું બની જશે. આં પતાસાનો પાવડર કરી લેવો. આ પછી ફટકડીનો અ પાવડર લઈને તેમાં મધ અને ઘી નાખવું. ઘી અને મધ મિક્સ કરતા ઝેર સમાન બને છે એટલે તેનો ખાવામાં ઉપયોગ કરવો નહિ. આ મિશ્રણને દાંતણ વડે દાંતમાં ઘસી નાખવું અને કે દાંતમાં મંજન કરી લેવું. થોડી વખત દાંતમાં રહેવા દીધા બાદ આ લીમડાના પાંદડા ઉકાળેલા ગરમ પાણીથી કોગળા કરી લેવા.
આમ, આ ઉપરોક્ત ઉપાય કરવાથી દાંતમાં થતી તકલીફોને મટાડી શકાય છે. દાંત મજબુત બને છે અને દાંતમાં કોઇપણ પ્રકારની તકલીફ થતી નથી. આ સમસ્યાને ઠીક કરવા માટે અને દાંતને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા આ ઉપરોક્ત બધા જ ઉપચારો ઉપયોગી છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
Good information