માઈગ્રેન એક શરીરમાં થતી એક એવી પીડા કે જે શરીરમાં સતત રહેતી હોય છે. આ સમસ્યાનો ઈલાજ ન કરવામાં આવે તો આ સમસ્યા ઘણા વર્ષો સુધી રહે છે અને સતત પરેશાન કર્યા કરે છે. આ સમસ્યા વ્યક્તિની વ્યક્તિ હંમેશા ટેન્શનમાં રહ્યા કરે છે. આજકાલ પ્રત્યેક દવાખાનાઓ, હોસ્પિટલો આ તમામ સ્થળોમાં માઈગ્રેનથી પીડિત અનેક લોકો જોવા મળે છે.
માથાનો દુખાવો મોટાભાગે શરીરને બદલે માનસિક મથામણને કારણે થાય છે. ઘણા કિસ્સામાં, ભારે કબજીયાત પણ માઈગ્રેન માટે ખુબ જવાબદાર છે. માથાનો અસહ્ય દુખાવો માનવીને અસહ્ય રાડો નખાવી દે છે.
ઉપાય 1: માથાનો દુખાવો મટાડવા માટે ધાણા ખુબ જ ઉપયોગી છે. આમ પણ ધાણા ભોજન પચાવવા માટે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે શ્રેષ્ઠ મસાલાના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ માઈગ્રેન અને માથાના દુખાવાની દવાના રૂપમાં પણ ધાણાનો ઉપયોગ કરી શકાય છે. ધાણાના બીજથી બનાવેલી ચા માઈગ્રેનમાં બેહદ લાભકારી છે. ધાણાના થોડા બીજોને થોડા ગરમ પાણીમાં 10 મીનીટ ઉકાળવા, આ પછી તેમાં સ્વાદ અનુસાર ખાંડ ભેળવીને પીવી. ધાણા વાળી ચા માઈગ્રેનના દર્દ સાથે સામાન્ય માથાના દુખાવામાં પણ લાભકારી છે.
ઉપાય 2: આ સિવાય રાતે સુતી વખતે દેસી ગાયનું ઘી સહેજ ગરમ કરીને બંને નાકની અંદર બબ્બે ટીપા નાખી દેવા. આ ઉપાય કર્યા બાદ જ રાત્રે સુવું. આ પ્રયોગને નસ્ય ક્રિયા કર્મ કહેવામાં આવે છે. આ ક્રિયા 5 થી 7 દિવસ કરવાથી કાયમ માટે આધાશીશીનો દુખાવો મટી જશે. ઉપાય એકદમ સરળ અને અસરકારક તેમજ રામબાણ ઈલાજ છે.
ઉપાય 3: માઈગ્રેનની સમસ્યાનો રામબાણ ઈલાજ કરવા માટે એક આયુર્વેદિક નુસ્ખો ખુબ જ ઉપયોગી છે. જેમાં બદામનો ઉપયોગ કરીને માઈગ્રેનની સમસ્યાને જડમૂળમાંથી દૂર કરી શકાય છે. આ પ્રયોગ ખુબ જ સરળ અને આસાન પણ છે. આ ઇલાજમાં દવા બનાવવા માટે 5 બદામ લેવી. આ માટે ઉપયોગમાં લેવામાં આવતી પીશોરી બદામ લેવી. જે નાનકડી બદામ આવે છે. આ બદામને દેશી બદામ પણ કહેવામાં આવે છે.
આ દવા બનાવવા માટે નવી તાજી હોય તેવી બદામનો ઉપયોગ કરવો. આ પાંચ બદામનો ગર્ભ અને જેનાથી અડધા અખરોટનો ગર્ભ લેવો. કાચનો ગ્લાસ લઈને રાત્રે પાણીમાં નાખીને તેને પલાળી દેવી. આ માટે તેમાં નાનો ગ્લાસ જેટલું પાણી નાખવું. આખી રાત્રી પલળવા લીધા બાદ સવારે આ બંનેની છાલો એટલે કે બંનેની ફોતરી ઉતારી લેવી.
આ પછી આ બંનેને પથ્થરની ખરલમાં નાખીને તેને ખાંડી લેવી. જ્યારે આનો છુંદો થઈ જાય પછી તેમાં બે ચાર ચમચી દૂધ નાખવું. આ માટે તાજું ઉકાળેલુ ગાયનું દૂધ સૌથી ઉપયોગી માનવામાં આવે છે માટે બની શકે તો ગાયનું દૂધ લેવું.
દૂધ નાખીને આ મિશ્રણને 5 થી 7 મિનીટ સુધી ઘૂંટવું. આ રીતે ઘૂંટવાથી ખુબ જ નરમ પેસ્ટ બની જશે. આ રીતે આને ઘૂંટતા ઘૂંટતા જવું અને તેમાં દુધ ભેળવતું જવું. લગભગ આવી રીતે 15 મિનીટ સુધી ઘૂંટતા રહેવું.
આ ઉપયોગમાં લેવામાં આવતું ગરમ દૂધ જયારે 15 મિનીટ થશે ત્યારે હુંફાળું બની જશે. આ હુંફાળા બનેલા દુધને પીવાથી ખુબ જ ઉપયોગી બને છે. આ રીતે આ બદામ, અખરોટ અને દુધથી બનેલા પેસ્ટને 15 દિવસ સુધી પીવાથી વર્ષોથી રહેતો માથાનો માઈગ્રેનનો દુખાવો બને છે.
આજના યુગમાં ઝડપથી બદલાતા જીવન જીવવાના સમીકરણો, અનિયમિતતા, ઉતાવળ તથા ઝડપથી પરિણામ લેવાને લીધે મોટેભાગે માઈગ્રેન થાય છે. આપણી ભોજન વ્યવસ્થા સાવ પાંગળી બની જવાને લીધે પૌષ્ટિક ભોજનો, શુદ્ધ દૂધ, ઘી, માખણ, ખીચડી, કઢી, રોટલા, દેશી શાક, છાશ વગેરેનો ખોરાકમાં માનવી સાવ ઓછો સમાવેશ કરવા લાગ્યો છે અને ફાસ્ટફૂડ તેમજ કોલ્ડ્રીક્સનું સેવન કરે છે જેના લીધે માઈગ્રેનની સમસ્યા ધરાવતા દર્દીઓ ખુબ જ વધવા લાગ્યા છે.
પૂરી ઊંઘ ન કરવી, સમયસર સૂવું નહિ, ડાબે પડખે સુવાની ટેવ ન હોવી જેના લીધે પણ માઈગ્રેનની સમસ્યા થતી હોય છે. ઘણા લોકોની દિનચર્યા પણ સાવ અર્થ વગરની મથામણ વાળી અને ઉપાધિઓ વાળી થઇ ગઈ છે. જેના લીધે પણ માઈગ્રેન થાય છે.
ઘણી વખત અમુક લોકોને ત્વરિત માઈગ્રેન થાય છે જેમાં સખત તડકો, આગની ગરમી અને એકાએક તીવ્ર અવાજ સાંભળવો, અણગમતા અકુદરતી અત્તરો, તીવ્ર પ્રકાશ વગેરે મુખ્ય છે. ઘણા લોકોને માનસિક તંગદીલી કે જને આપણે સ્ટ્રેસ તરીકે ઓળખીએ છીએ, જે સ્ટ્રેસ પણ માથાનો દુખાવો કરે છે. માથાનો દુખાવો વધારે છે.
કોઇપણ પ્રકારની તાણ, અજંપો, સતત સંદેહમાં રહેવું, કોઈના પર વિશ્વાસનો અભાવ, ઝબકીને જાગી જવું, ખરાબ સ્વપ્નો, દુષિત સ્વપ્નો, તંદ્રા વાળી ઊંઘ વગેરે મુદ્દાઓ પણ માઈગ્રેન માટે ખુબ જવાબદાર છે.
સ્વસ્થ મનુષ્યમાં માઈગ્રેન થવાના કારણોમાં એકાએક ઠંડા વાતાવરણમાંથી ગરમીમાં આવવું, વધુ પડતા ભેજવાળા વાતાવરણમાં રહેવું, સિઝનમાં વારંવાર થતો ફેરફાર પણ મહત્તમ ભાગ ભજવે છે. આપણી તંદ્રા તેમજ ચીડિયાપણામાં ઘોંઘાટથી પણ વધારો થાય છે. મોટા અવાજે સંગીત સાંભળવું, ખાસ તો ડીજે જેવા અવાજોથી પણ માઈગ્રેન તુરંત થાય છે.
ઘણા વ્યક્તિઓ ઊંઘ વાળા હોય છે, તેઓ રાત્રે અને દિવસે ઊંઘ્યા જ કરે છે. 7 કલાક પુખ્ત લોકોને ઊંઘતું બેચેની આવનાર છે અને એમાં પણ જમણે પડખે સૂવાથી માઈગ્રેન થવાની પૂરી સંભાવના છે. સમયસર યોગ્ય સાદો ખોરાક ન લેવાથી, ભૂખ્યા પેટે રહેવાથી, ઉપવાસ વગેરે તહેવારોમાં વધારાનું ફરાળ કરવાથી, આપણી હોજરી અતિક્રમણનો અનુભવ કરે છે. તેના કારણે પણ માઈગ્રેન થાય છે. જે ન ગમતું હોય તેવા કાર્યો કરવા પડે, જ્યાં જવાની ઈચ્છા ન હોય ત્યાં જવું પડે, ક્યાંક નાણા સલવાયા હોય તેની પતાવટની મુંઝવણ, વ્યવહાર કાર્યોમાં કારણ વગરની માથાકૂટ અને આ બધા મુદ્દાઓ પણ માઈગ્રેન વધારનારા છે.
આપણામાં કોઈપણ પ્રકારે અજંપો-અરુચિ થાય, જે ન ગમતું હોય તે આપણે કરવું પડે, તે બાબતે આપણે વિવશ થવું પડે. આ બધા કારણો આપણા માટે માઈગ્રેનનો દુખાવો કરનારા હોય છે. જયારે આપણી મગજની નસોમાં લોહીનો પ્રવાહ વધી જાય છે જેનાથી વ્યક્તિને તેજ માથાની દુખાવો થવા લાગે છે. માઈગ્રેન કે પ્રકારનો ન્યુરોવેસ્કુલર વિકાર છે. જેમાં રોકાઈ રોકાઈને દર્દ થાય છે. આપણા મગજમાં સામાન્ય ઉત્તેજનાને કારણે તેજ દર્દ થાય છે.
માઈગ્રેનનો દુખાવો 2 કલાકથી લઈને વર્ષો સુધી રહેતો હોય છે, માઈગ્રેનની સમસ્યા પુરુષો કરતા મહિલાઓમાં વધારે જોવા મળતી હોય છે. આ સમસ્યા કોઇપણ ઉમરના લોકોને થઇ શકે છે. માઈગ્રેનનો દુખાવો માથાની વચ્ચો વચ્ચ કે આગળ અને પાછળની બાજુમાં થઇ શકે છે. બંને બાજુમાં માથાના પડખામાં પણ થઇ શકે છે.
આમ, માઈગ્રેનની સમસ્યાને ઠીક કરવા માટે આ ઉપાય ખુબ જ અસરકારક છે. આ રીતે દવા બનાવવા ઉપયોગમાં લેવામાં આવતી તમામ ઔષધિ આયુર્વેદિક હોવાથી શરીરમાં કોઇપણ આડઅસર કર્યા વગર માથામાં થતો દુખાવો મટાડે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે માઈગ્રેન કે માથાનો દુખાવો મટાડી શકો.