તમને જાણ હશે કે કબજીયાત જેને પણ હોય છે તેને ખુબજ મુશ્કેલી પડતી હોય છે તથા કબજિયાત વાળા લોકો હંમેશા અલગ અલગ પ્રકારની મેડીસીન લેતા હોઇ છે. કબજિયાત થવા પાછળ ના મુખ્ય કારણો જોઈએ તો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આપણા શરીરમાં મુખ્ય ૫ પ્રકારના વાયુ થતા હોય છે. એમાંનો એક “અપાન” નામનો વાયુ હોય છે. અપાણ વાયુ પોતાનું બેલેન્સ ગુમાવી દે છે અથવા તો અપાણ વાયુ એ કુપિત થાય છે ત્યારે કબજિયાત જેવી બીમારી થાય છે. આપણા શરીરના નાના અને મોટા આંતરડામાં અપાણ વાયુ ભાગ ભજવતો હોય છે તથા કબજિયાત જેવી બીમારી પણ તે કરતો હોય છે.
બજારમાં મોટાભાગના ડોકટરો આ તકલીફને મટાડવા માટે અલગ અલગ પ્રકારની દવાઓ આપતા હોય છે અને ઘણાબધા લોકો લેતા પણ હોય છે તે દવાઓને લીધે અમુક સમયે આપણા શરીરનાં આંતરડામાં સોજો આવવાની શક્યતાઓ રહેલી હોય છે. તમે એક કબજિયાત ને દુર કરો ત્યાં બીજા અમુક દર્દો થતા હોય છે. “પેલી કહેવત જેવું થાય છે કે બકરું કાઢવા જતા ઊંટ પેચી જવું” એક દર્દ દુર કરવા પાછળ બીજા 2 દર્દો આવી જતા હોય છે.
આયુર્વેદમાં કોઇપણનો વાયુ થયો હોય તો તેને દુર કરવા માટે ફક્ર્ત 2 જ વસ્તુનો જો ઉપયોગ કરવામાં આવે તો વાયુ, ગેસ, કબજીયાત જેવી બીમારીને સાવ સહેલાયથી મટાડી શકાય છે (૧) હરડે અને (2) જયારે પણ તમે રોટલી બનાવો છો ત્યારે તેમાં એરંડીયાનું તેલનો ઉપયોગ કરવો.
ઉપર જણાવ્યા અનુસાર જો તમને કબજીયાત જેવી તકલીફ થઇ હોય તો તેને મટાડવા માટે તમારે દરરોજ સવારે અને સાંજે તમે જે ભોજનમાં રોટલી નો ઉપયોગ કરો છો તેમાં તમારે બીજા કોઇપણ તેલનો ઉપયોગ નહિ કરવાનો અને ફક્ત એરંડિયાના તેલનો જ ઉપયોગ કરવો.
તમારે એરંડિયાના તેલની રોટલી ખાધા બાદ એક નાની હરડે ને મોઢામાં સુચવી એકાદ કલાક સુધી આ હરડેને તમારે મોઢામાં રાખવી. આ પ્રયોગ તમારે ૫ થી ૬ મહીના સુધી સતત કરવાથી તમને કોઇપણ પ્રકારના ગેસ,વાયુ કે કબજીયાત હશે તો તે પણ સાવ મટી જાય છે.
આમ, અમે તમને કબજિયાત ને મટાડવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવાથી શું શું ફાયદો થાય છે તેના વિશે માહિતી આપી.