આ લેખમાં અમે તમને એસીડીટી થવાના કારણો, એસીડીટી ની દવા, હાઇપર એસીડીટી ના લક્ષણો, એસીડીટી નો ઘરગથ્થું ઉપચાર વિષે સંપૂર્ણ માહિતી આપવાના છીએ, તો તમે આ આર્ટીકલ ધ્યાનથી વાંચજો અને બીજા ને શેર પણ કરજો.
એસીડીટી એટલે પેટમાં દાહ, બળતરા. આ સમસ્યા આજકાલના જીવનમાં બધાં લોકોને થતી હોય છે. એસીડીટી થવી સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. એસીડીટી જેને થઈ હોય તે વ્યક્તિને ખાધા કે પીધા બાદ તકલીફો રહેતી હોય છે. કારણ કે તેના લીધે પેટમાં જલન થતી હોય છે. એવામાં તમે એન્ટાએસિડ લો ત્યારે આરામ મળે છે. એવામાં એસીડીટીના આયુર્વેદિક ઈલાજ કરીને તેને પેટમાંથી જલન દુર કરી શકાય છે. એસીડીટી વાત, પિત્ત અને કફ ત્રણ વિકારમાંથી પિત્તનું પ્રમાણ વધી જવાથી થાય છે.
એસીડીટી થવાના કારણો:
ખરાબ ભોજન શૈલી, વધારે તણાવ, દવાઓની આડઅસર, ઊંઘ ન આવવાના કારણે તેમજ પેટમાંથી એસિડ ફરીવાર ભોજનનળીમાં ચાલ્યું જવાના કારણે જેની પાસે અન્નનળીની અંદરની બાજુ બળવા લાગે છે, આયુર્વેદમાં એસીડીટીને અમ્લપિત્ત કહેવામાં આવે છે. જે થવાનું વા અને કફ વિકાર કારણ માનવામાં આવે છે. આ સિવાય એસીડીટી વધારે વજન, મસાલેદાર ખોરાક, અસ્થમા કે ડાયાબીટીસ, તીખું અને તળેલું વધારે ખાવાથી, પૂરી ઊંઘ ન આવવી, મેનોપોઝના કારણે, વધારે તણાવના કારણે, શારીરિક કસરતના અભાવના કારણે, ધુમ્રપાનના કારણે, આલ્કોહોલના સેવનથી, વધારે ખારું ખાવાથી, દવાઓના વધારે સેવન, વધારે પડતું ખાવાથી વગેરે કારણોસર એસીડીટીની સમસ્યા રહે છે તેમજ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને પેટ પર વધારે દબાણ રહેવાથી એસીડીટી થાય છે.
એસીડીટીના લક્ષણો:
આ રોગમાં હોજરીમાં- પેટમાં ગરમી (પિત્ત) વધી જવાથી, પેટ( હોજરી) કે છાતીમાં ખાસ દાહ- બળતરા, બેચેની, અપચો, ગેસ, વાયુ, કડવા- તીખા કે ખાટા ઓડકાર ઘચરકા થાય છે. એસીડીટી થવાથી ખોરાકનું અપાચન થાય, કબજીયાતની પરેશાની રહે છે, મોઢામાંથી દુર્ગંધ આવે છે, પેટ, ગળું અને છાતીમાં બળતરા વધે, મોળો જીવ થાય, પેટ ભારે લાગે છે. અહિયાં અમે થોડા આયુર્વેદિક જડીબુટ્ટીઓના ઉપચારો કરીને એસીડીટી કેવી રીતે મટાડી શકાય તે જણાવીશું.
આ પણ વાંચો: એસીડીટી, ગેસ, પેટમાં અને છાતીમાં બળતરા માટે સૌથી અસરકાર ઘરેલુ ઉપાય જાણો વિસ્તારથી
એસીડીટી નો ઘરગથ્થું ઉપચાર:
અહી તમને કેટલાક મહત્વના દેશી ઓહડીયા દ્વારા એસીડીટીનો ઈલાજ કઈ રીતે કરી શકાય તે સમજાવામાં આવ્યું છે.
આમળા: આમળાનું સેવન કરવાથી એસીડીટીમાં આરામ મળે છે. આવું કરવાથી આમળામાં વિટામીન-સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે આમળાનું જ્યુસ, મુરબ્બો અથવા પાવડરનું સેવન કરવાથી એસીડીટીમાં આરામ મળે છે. તે એસીડીટીમાં પેટમાં થનારી જલનને શાંત કરે છે.
ફુદીનો: ફુદીનો એક પ્રકારે શાકભાજી છે જે જડીબુટ્ટી તરીકે ઓળખાય છે, મોટાભાગે ફૂદીનામાંથી ચટણી બનાવવામાં આવે છે. આ ફુદીનાના પાંદડા વાટીને ભારે ખોરાક ખાવાથી પેટમાં બળતરા કે પેટના એસીડીટી વખતે કાળા મીઠા સાથે મેળવીને તેમાં લીંબુ નાખીને પીવાથી એસીડીટી શાંત થાય છે, જેના પાંદડા ચાવીને ખાવાથી પણ રાહત રહે છે.
સુંઠ: શરદી અને ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓમાં સુંઠ ફાયદાકારક છે. આ સમયે ખુબ જ ફાયદો આપે છે. પાણીમાં ઉકાળીને જે ખોરાકમાં કે છાસમાં અથવા ચામાં નાખીને પીવાથી કે ખાવાથી રાહત આપે છે. એસીડીટીના સમયે પાણીમાં સુંઠ ઉકાળીને જે પાણી પીવાથી, અને તેના ટુકડા કાળા મરીમાં નાખીને ચુસવાથી એસીડીટીમાં રાહત થાય છે.
છાશ: એસીડીટીથી છુટકારો મેળવવા છાસ પીવી જોઈએ. છાસમાં લેક્ટીક એસિડ હોય છે જે એસીડીટીમાં રાહત આપવામાં મદદ કરે છે. છાશમાં કાળી મરી અને ધાણા ભેળવીને પીવાથી એસીડીટી જલ્દીથી દુર થાય છે. એટલે છાશનો ઉપયોગ એસીડીટીની દવા તરીકે કરવો જોઈએ.
આ પણ વાંચો: તાવ, ધાધર, પથરી, શરદી, કફ, મસા, એસીડીટી ઉપરાંત 50 થી વધુ રોગોના ઈલાજ માટે આ એક ઔષધી છે ઉપયોગી
ઘી અને અંજીર: ચોથા ભાગનો ગ્લાસ ભરી જેમાં 1 ચમચી ઘી અને અડધી ચમચી મીઠું ભેળવીને સેવન કરો. ઘી આંતરડામાં દીવાલોમાં ચીકાશ આપે છે. અને ml ત્યાગ કરવામાં સરળ બનાવે છે. આ દ્રાવણમાં બ્યુટીરેટ એસીડમાં એન્ટી ઇન્ફલેમેન્ટરી પ્રભાવ હોય છે અને અને મીઠું એક સ્વચ્છ આતરડું માં તકલીફ કરનાર બેકટેરિયાને મારી નાખે છે. આ સિવાય તેમાં ભરપુર માત્રામાં ફાયબરથી મોજુદ ફૂડ જેમકે પલાળેલા અંજીર, બીલી ફળ , ત્રિફળા વગેરે ખાવાથી એસીડીટી દુર થાય છે.
કોથમરી: છાતી કે પેટમાં બળતરા થાય ત્યારે કોથમીરનો રસ 5 થી 6 ચમચી અથવા ધાણાજીરું પાવડર 1 ચમચી અથવા સાકર મેળવી વારંવાર પીવાથી તુરંત એસીડીટી મટે છે. આ સમયે શેરડીનો તાજો રસ પીવાથી પણ એસીડીટીમાં રાહત થાય છે.
ભાત અને ગાયનું દૂધ: જે લોકોને વધુ એસીડીટી રહેતી હોય તેવા લોકોએ ભોજનમાં ગાયના દૂધ અને ભાત અથવા ચોખાના પૌંઆની ખીરમાં ઇલાયસી નાખીને ખાવાથી, એસીડીટી ઓછી થાય છે, અને સાથે હળવું ભોજન લેવાથી એસીડીટી મટે છે.
જેઠીમધ: જેઠીમધ, ત્રિફળા તથા ઈસબગુલ ત્રણેય સરખા ભાગે લઈને મિક્સ કરી, 1થી 1.5 ચમચી દવા દરરોજ સવારે અને સાંજે પાણીમાં લેવી. જેઠીમધ સુંઠ, આમળા, હરડે તથા કડવા પરવળના પાનનો ઉકાળો બનાવી, તેમાં સાકર ભેળવીને દરરોજ સવારે અને સાંજે પીવાથી ફાયદો થાય છે. જેઠીમધ અને શતાવરીનું છુર્ણ બનાવી દરરોજ 1-1 ચમચી સવારે અને સાંજે ગળ્યા દુધમાં મિલાવી તેમાં 1 ચમચી ઘી મેળવી સવારે અને સાંજે પીવાથી અમ્લપિત્ત મટે છે.
કોળું: કોળાના રસમાંથી બનતી મીઠાઈનું સેવન કરવું. જેવી કે સાકરના ગાંગડા જેવી મળતી પેઠા નામની રાજસ્થાની મીઠાઈ. તેને દરરોજ 2-2 ચોસલા સવારે અને સાંજે ખાવા અથવા કોળાનો 1 કપ રસ કાઢી તેમાં 2 ગ્રામ જીરાનો પાવડર તથા 1 ચમચી સાકર મેળવીને દરરોજ સવારે અને સાંજે પીવાથી લાભ થાય છે.
ત્રિફળા: દરોજ ત્રિફળા, કડુચૂર્ણ, જેઠીમધ અને ધાણાનું ચૂર્ણ બનાવી તેમાં સમભાગ સાકર મેળવી, સવારે અને સાંજે 1-1 ચમચી લાંબો સમય લેવાથી અમ્લપિત્ત મટે છે. ત્રિફળા, જેઠીમધ તથા ઈસબગુલ ત્રણેય સરખા ભાગે મિક્સ કરી. 1 ચમચી જેટલું સવારે અને સાંજે પાણી સાથે લેવાથી એસીડીટી મટે છે.
તુલસી: એસીડીટીનો ઈલાજ કરવા માટે પ્રાકૃતિક ઉપચાર અપનાવવામાં આવે છે. એસીડીટીના ઇલાજમાં તુલસી રામબાણ દવા સાબિત થઇ શકે છે. જો તમને એસીડીટીની સમસ્યા છે તો તુલસીના થોડા પાંદડા ચાવી શકાય છે અથવા તુલસીના પાંદડાનો ઉકાળો બનાવીને પી શકાય છે. તેનાથી તમને જલ્દી આરામ મળે છે.
તજ: તજનો ઘણી વસ્તુમાં ઉપયોગ કરી શકાય છે. પરંતુ એસીડીટીના થવા પર મસાલામાં તેનો ઉપયોગ કરશો તો ખુબ જ ફાયદો મળે છે. તજને પાચન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે એસીડીટી અથવા કબજિયાતથી પરેશાન છો તો તજના મસાલાને એક કપ પાણીમાં અડધી ચમચી નાખીને ઉકાળી લો. તેને ઠંડું પડ્યા બાદ દિવસમાં 5 થી 6 વખત પીવો.
લવિંગ: લવિંગ ઘણા રોગો અને તેના ઉપચાર માટે જરૂરી છે. જેમાં એસીડીટીમાં પણ લવિંગ ખુબ જ ઉપયોગી થાય છે. જેનાથી રાહત મેળવવામાં ખુબ જ ઉપયોગી થાય છે. જ્યારે પેટમાં એસીડીટી થાય ત્યારે લવિંગ ચાવી શકાય છે. પેટની ગેસથી રાહત મેળવવા માટે લવિંગનું ઘણી રીતે સેવન કરી શકાય છે.
વરીયાળી: ખાધા બાદ વરીયાળી સેવન, પાચનમાં મદદગાર હોય છે. પેટમાં જલન, એસીડીટી થવા પર વરીયાળી ખુબ જ ફાયદાકારક થાય છે. વરીયાળી ઠંડી પ્રકૃતિની હોય છે અને તે પેટમાં ઠંડક ઉત્પન્ન કરીને પેટમાં રાહત અપાવે છે.
ઈલાયચી: ઈલાયચી ખાવાથી એસીડીટીમાં રાહત મળે છે. જ્યારે પેટમાં એસીડીટી થાય છે ત્યારે પેટમાં ખુબ જ બળતરા અને દાહ થતી હોય છે ત્યારે મોઢામાં એક થી બે ઈલાયચી રાખીને ચૂસો. આ ઉપાય કરવાથી ઈલાયચીના ઠંડક લાવનારા અને એસીડીટી દુર કરવાના ગુણના કારણે રાહત મળશે.
અરડૂસી: અરડૂસીના પાંદડા, ફૂલ, મૂળ અને છાલનો આયુર્વેદમાં હજારો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. જેમાં જીવાણું વિરોધી, સોજો ઘટાડનારા અને લોહીને શુદ્ધ કરનારા ગુણ હોય છે. એસીડીટીમાં પેટમાં જલન થવી સામન્ય બાબત છે, પેટમાં એસીડીક પદાર્થોનું ખાવાની ભોજન નળીમાં આવી જવું મુખ્ય કારણ છે. એવામાં અરડૂસી ફાયદાકારક થઈ શકે છે. તે પેટમાં એસિડના ગઠનને રોકે છે. તેના ઉપયોગ માટે અરડૂસીનો પાવડર, જેઠીમધ પાવડર અને આમળા પાવડર બરાબર માત્રામાં લઈને મિક્સ કરીને દરોજ તેનું સેવન કરવાથી એસીડીટી મટે છે.
આમ, આ ઉપચારો કરીને એસીડીટીની સમસ્યાને દુર કરી શકાય છે. જે ઉપાયો પેટમાંથી એસીડીટ પદાર્થોને દુર કરે છે, પેટમાં જલન થતું હોય ત્યાં ઠંડક આપે છે અને બીજી તકલીફો પણ દુર કરે છે. આ તમામ ઉપાયો જડીબુટ્ટીઓ ઉપર આધારીત છે એટલે તમને જે ઉપાય અનુકૂળ આવે તેને અપનાવીને એસીડીટીને દુર કરી શકો છો. આશા રાખીએ કે આ ઉપાયો તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને એસીડીટીની સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો.
વિનંતી: મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા લાઈક બટન ઉપર ક્લિક કરો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો.