એસીડીટી રોગ માણસોને ખુબ જ પરેશાન કરે છે. આ એસીડીટીને આયુર્વેદમાં અમ્લપિત્ત કહેવામાં આવે છે. આ બે પ્રકારના પિત્ત જોવા મળે છે. જેમાં શીત્તપિત અને અમ્લપિત એમ પ્રકારે બે પ્રકારના પિત્ત આવે છે.
જેમાં શીત્તપિત્તથી શરીર પર ચાંદા અને ઢીમચાં થાય છે. જ્યારે આ ઉષ્ણપિત્ત કે અમ્લપિત્ત છે જેનાથી શરીરમાં બળતરા થાય છે. જેમાં ગળામાં તીખા ઓડકાર આવે છે, ગળામાં શેરડા પડે છે. અત્યારે એસીડીટીની સમસ્યા ઘણા લોકોને જોવા મળે છે. આ રોગથી ઘણા લોકો ખુબ જ પરેશાન રહે છે.
આ રોગના ઈલાજ માટે ઉજાગરા ઓછા કરવા. તળેલી વસ્તુઓ ઓછી ખાવી, ભૂખ લાગે તો સામાન્ય હલકો ખોરાક લેવો. જેમાં મમરા, બિસ્કીટ જેવો ખોરાક લઈ શકાય છે. શરીરમાં બળતરા વધારે થતી હોય ત્યારે ગરમ ખોરાક ન ખાવો.
આ ઈલાજ માટે લીમડાનો ગળો લાવવો. આ લીમડા પરનો ગળો ગામડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મોટા ભાગના રોગ માટે આ ગળો ઉત્તમ ઔષધી છે. જેમાં આ એસીડીટીના રોગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગળો સાથે કરિયાતું નામની ઔષધી અને નાગર મોથ લાવવું. સાથે સુંઠ પણ વાપરી શકાય છે. એસીડીટીમાં સુંઠ ગરમ પડતી નથી. તે પાચનમાં ઉપયોગી થાય છે અને તેનો વિપાક મધુર થાય છે એટલે તે ગરમ પડતી નથી.
હવે આ ચારેય વસ્તુઓને પાંચ પાંચ ગ્રામની માત્રામાં લેવી. વધારે ઉમરના લોકો 5 થી 7 ગ્રામની માત્રામાં પણ લઈ શકે છે. આ વસ્તુઓ 5-5 ગ્રામ લેવાથી તે 20 ગ્રામની માત્રા થાય છે. આ બધી જ વસ્તુઓને ખાંડીને પાવડર કરી લેવો.
આ બાદ એક તપેલી લેવી અને તેમાં એક કપ પાણી નાખવું. આ પાણીમાં આ બનાવેલો પાવડર કે ભુક્કો કે કુચો નાખવો. હવે આ કુચો નાખ્યા બાદ તેમાં ત્રણ કપ પાણી ઉમેરવું. આ પાણીને ધીમા તાપે ગરમ કરવું. આ પાણીમાંથી વધારાના ત્રણ કપ નાખ્યા તે પાણી બળી જાય ત્યારે તેને ઉતારી લેવું.
આ મિશ્રણ જ્યારે ઠરી જાય ત્યારે તેને ગાળી લેવું. આ મિશ્રણને ગાળીને સવારે નરણા કોઠે પી જવું. આ મિશ્રણને સાંજે પણ આ રીતે બનાવીને પી શકાય છે. આ પ્રયોગ માત્ર 8 દિવસ સુધી કરવાથી એસીડીટી જડમૂળમાંથી નાબુદ થાય છે.
આ સિવાય એસીડીટીના ઈલાજ માટે કાળી લાવવી. આ દ્રાક્ષને લાવીને તેને ધોઈને તેમાંથી તેના બીજ બહાર કાઢી નાખવા. તેમાં થોડી સાકર નાખવી અને તેને ખારણીમાં નાખીને ખાંડી નાખવી. આ મિશ્રણને ચાંટીને અથવા ખાઈને લઈ શકાય છે. આ ઈલાજથી ચોકકસ અને સમ્પૂર્ણ રીતે ફાયદો થાય છે.
એસીડીટી એક પિત્તની સમસ્યા છે, જેમાં પિત્તનું શ્રેષ્ઠ ઔષધ જીરું છે. આ ઈલાજ માટે જીરું અને અજમો સરખા ભાગે લેવું. આ બંનેને ખાંડીને તેં ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ બનાવ્યા બાદ સવારે ભૂખ્યા પેટે સવારે એક ગ્લાસ પાણી સાથે એક ચમચી આ ચૂર્ણ લેવું. આ ચૂર્ણ રાત્રે સુતા પહેલા પણ આવી જ રીતે લેવું.
આ સાથે ત્રણેય ટાઈમ જમ્યા બાદ વરીયાળી અને સાકરનો મુખવાસ લેવો. જેનાથી એસીડીટી ઝડપથી દુર થશે. આ મુખવાસને ચાવીને ખાવો. જેનાથી વરીયાળીનો રસ અન્નનળી મારફતે નીચે ઉતરશે અને વધારાના એસિડને શાંત કરશે. જે લોકોને સામાન્ય એસીડીટી થઈ હોય તે લોકોને આ ઉપાયથી એસીડીટી દુર થઈ જશે.
જે લોકોને ઘણા સમયથી એસીડીટી હોય, એસીડીટી વધારે ગંભીર બની ગઈ હોય જેના માટે પણ આયુર્વેદમાં ઉપચારો ઉપલબ્ધ છે. આ ઈલાજ માટે દેશી ગાયનું ઘી લેવું. સાથે એક ગ્લાસ ગરમ પાણી લેવું. હવે આ એક ગ્લાસ ગરમ પાણીમાં દેશી ગાયનું ઘી નાખવું. જેને બરાબર ગરમ પાણીમાં મિક્સ કરવું. બાદમાં આ મિશ્રણ વાળું ઘી વાળું પાણી પી જવું. જે લોકોને ગંભીર એસીડીટી હોય આ ઉપાય કારગર છે.
આ સિવાય એસીડીટીના ઈલાજ માટે એક નિરંજન ફળ ખુબ જ ઉપયોગી છે. આ ફળ આપણે ત્યાં ઓછા જોવા મળે છે એટલે તે ગાંધીની દુકાનેથી કે દેશી ઓસડીયા વાળાની દુકાનેથી મળી રહેશે. આ ફળ સોપારી જેવું કડક અને દેખાવમાં રાયણના ફળ જેવું હોય છે અને રુદ્રાક્ષના પારા જેવું ખરબચડું હોય છે.
આ માટે એક નિરંજન ફળ લેવું. તેને એક ગ્લાસ પાણી લઈને આ ફળને પાણીમાં ડુબાડી દેવું. આ ગ્લાસને રાત્રે ઢાંકીને પલળવા માટે મૂકી દેવો. સવારે આ નીરંજન ફળ પલળીને ફૂલી ગયું હશે. હવે આ પાણીને ગાળીને પી જવું અને નિરંજન ફળના કૂચાને ચાવીને ખાઈ જવો. આ રીતે આ પ્રયોગ સવારે અને સાંજે પલાળીને કરી શકાય છે. આમ દિવસમાં બે વખત આ પ્રયોગ કરવો.
આ પ્રયોગ માત્ર 3 દિવસ સુધી કરવાથી એસીડીટીની સમસ્યામાં રાહત થાય છે. જે લોકોને ગંભીર એસીડીટી હોય તેવા લોકો આ પ્રયોગ કરીને ખુબ જ રાહત મેળવી શકે છે અને એસીડીટીમાંથી છુટકારો મેળવી શકે છે. આ સિવાય બેઠાડું જીવન ધરાવતા લોકોએ એસીડીટી હોય તો તેઓએ વજ્રાસન કરવું. આ વજ્રાસન કરવાથી એસીડીટીમાં ચમત્કારિક ફાયદા થાય છે અને ખાધેલું પચી જાય છે.
મીઠો લીમડો પણ એસીડીટીમાં અસરકારક પરિણામ આપે છે. માટે આ ઈલાજ તરીકે દરરોજ સવારે મીઠા લીમડાના પાન ચાવી જવા અને તેનો રસ ગળામાં ઉતારી જવો. આ ઉપચાર સવારે અને સાંજે બે વખત કરવો. આ પ્રયોગમાં 10 થી 15 મીઠા લીમડાના પાંદડા લેવા અને તેનું સેવન કરવું જેમાં રસને ઉતારી જવો.
આમ, આ ઉપરોક્ત ઉપચારો કરવાથી એસીડીટીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ પ્રયોગ આયુર્વેદમાં ઘણા સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રયોગ કરવાથી ખુબ જ અસરકારક પરિણામ મળે છે અને એસીડીટીની સમસ્યામાંથી જડમૂળમાંથી છુટકારો મળે છે. અમે આશા રાખીએ કે આ ઉપચારો તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.