એસીડીટીએ શરીરમાં બળતરા ઉત્પન્ન કરતો રોગ છે. આ રોગમાં શરીરની હોજરીમાં પિત્તરસ વધી જવાથી પેટમાં, ગળામાં અને શરીરમાં બળતરા થાય છે. સાથે તીખા ઓડકાર આવે છે, આ સાથે ગેસ, બેચેની અને અપચો જેવી સમસ્યા પણ રહે છે. એસીડીટી જઠરમાં પીત્તરસની માત્રા વધી જવાથી થાય છે. ખોરાક બચાવવા માટે શરીરમાં અનેક પાચક રસો હોય છે જેમાં હાઈડ્રોક્લોરિક એસિડ પણ હોય છે. આ તમામ પાચકરસો શરીરમાં બળતરા નથી કરતા, જે પાછળ શરીરના અંદરના ભાગે અંગોની અંદરની બાજુની દીવાલમાં પાતળું શ્લેષનું સ્તર હોય છે. જેથી એસીડીક સ્ત્રાવો ત્વચાના સંપર્કમાં આવતું નથી. જયારે એસીડીટી આ પાતળું નાજુક જઠરનું આ સ્તર ઘસાઈ જવાથી કે વધુ પડતો એસીડનો સ્ત્રાવ બળતરા ઉત્પન્ન કરવાને લીધે થાય છે.
ક્યારેક એસીડીટી છાતીમાં બળતરા પેદા કરે છે. જેનું કારણ શરીરમાં રહેલો પાયરોલીક વાલ્વ છે. આ વાલ્વ જઠરમાં મિક્સ થતા ખોરાકને ફરીથી અન્નનળીમાં જતો રોકે છે. જ્યારે આ વાલ્વ અમુક સમસ્યાને લીધે નબળો પડી જાય છે ત્યારે આ ખોરાક અન્નનળીમાં પાછો આવે છે. જેમાં રહેલા એસિડ એસિડ યુક્ત ખોરાક ઉપર આવવાથી અન્નનળીની દીવાલમાં બળતરા કરે છે જે એસીડીટી છે.
એસીડીટી થવાના કારણો: વધારે પડતું તીખું તળેલું ખાવાથી, ખુબ મસાલા વાળું ખાવાથી, ખટાશ વાળી વસ્તું ખાવાથી, ખાતા દહીં અને છાશ અને લીલા અને તીખા મરચા ખાવાથી, જમીને તરત સૂઈ જવાથી, જમીને જમણા પડખે સુવાથી, જમ્યા બાદ કમર અને પેટ પર દબાણ કરતા કપડા પહેરવાથી, ભૂખ્યા પેટે દવા લેવાથી. તણાવ, ચિંતા અને ઉજાગરા કરવાથી અને ઉજાગરા કરવાથી આ સમસ્યા થાય છે.
એસીડીટીના લક્ષણો: એસીડીટીનું મુખ્ય લક્ષણ પેટમાં ગેસ ઉત્પન્ન થવો છે. જે સિવાય પણ અન્ય લક્ષણો હોય છે. છાતીમાં બળતરા ભોજન કર્યાના થોડા સમય પછી એકધારી થાય છે. ખાટા ઓડકારો કેટલીક વાર ગળા સુધી આવે છે. વધારે પડતા ઓડકાર આવવા અને મોઢામાં સ્વાદ કડવો થાય છે. પેટન ફૂલી જાય છે. ઉલ્ટી થાય છે. ગળામાં ઘરઘરાહ્ટ થાય છે.શ્વાસ લેતા સમયે દુર્ગંધ આવે છે. માથામાં અને પેટમાં દર્દ થાય, બેચેની અને હિચકી આવે છે.
ઠંડુ દૂધ: એસીડીટી થાય ત્યારે ઠંડા દુધમાં સાકર મેળવીને ખાવાથી ફાયદો થાય છે.
અજમા અને જીરું: એક ચમચી અજમા અને અજમા બંનેને ખાંડીને પાણીમાં ગરમ કરીને ઉકાળો. આ ઉકાળો ઠંડો પડ્યા બાદ તેમાં ખાંડ નાખીને પીવાથી એસીડીટી દુર થાય છે.
વરીયાળી: ભોજન કર્યા બાદ વરીયાળી ખાવાથી એસિડીટીથી રાહત મળે છે આ ઉપરાંત સંતરાના રસમાં થોડુક શકેલું જીરું અને સિંધાલુણ નાખીને પીવાથી એસીડીટીમાં ફાયદો થાય છે.
દાલચીની: દાલચીની એક પ્રાકૃતિક એન્ટી એસિડના રૂપમાં કામ કરે છે જેનાથી ખોરાક પાચન શક્તિ વધારીને વધારે પડતા એસિડ બનતા રોકી શકે છે.
સુદર્શન ચૂર્ણ: સુદર્શન ચૂર્ણ અડધી ચમચીમાં જેઠીમધ થતા શતાવરી ચૂર્ણની અડધી ચમચી અને ખાવાનો સોડાનો 2 ચમચી ઉમેરી ઠંડા પાણીમાં રોજ પીવાથી એસીડીટી મટે છે.
ગોળ: ભોજન પછી અથવા દિવસમાં ક્યારેય પણ ગોળનું સેવન કરવાથી, પાચન ક્રિયા સુધરે છે અને પાચન તંત્ર ક્ષારીય બને છે અને એસીડીકતા ઘટે છે જેથી એસીડીટીમાં રાહત રહે છે.
કેળા: એસીડીટીમાં કેળા ખાવાથી આરામ મળે છે, આ ઉપરાંત નારિયેળ પાણી પીવાથી એસીડીટીની સમસ્યામાં રાહત રહે છે. જો તમે ગુલકંદનું સેવન કરવાથી વધુ પ્રમાણમાં થયેલી એસીડીટીમાં લાભ કરે છે.
મોળા મમરા: રાત્રે સુતી વખતે 2 મુઠ્ઠી મોળા મમરા ખાવાથી એસીડીટી દુર થાય છે, પરંતુ મમરા ખાધા બાદ પાણી પીવું જોઈએ નહી, જરૂર જણાય તો મમરા સાથે સાકર ખાવી જોઈએ.
તુલસી: પાણીમાં 5 થી 7 તુલસીના પાંદડા ગરમ કરીને ઉકાળો બનાવો. આ પાણી ઠંડુ પડ્યા બાદ તેમાં ખાંડ ભેળવીને પીવાથી એસીડીટી દુર થાય છે.
ભાત અને ગાયનું દૂધ: જે લોકોને વધુ એસીડીટી રહેતી હોય તેવા લોકોએ ભોજનમાં ગાયના દૂધ અને ભાત અથવા ચોખાના પૌંઆની ખીરમાં ઇલાયસી નાખીને ખાવાથી, એસીડીટી ઓછી થાય છે, અને સાથે હળવું ભોજન લેવાથી એસીડીટી મટે છે.
આમળા: વરીયાળી, આમળા અને ગુલાબના ફળોના ચૂર્ણ બનાવીને સવારમાં અને સાંજના સમયે અડધી અડધી ચમચી લેવાથી એસીડીટીમાં આરામ મળે છે. આ ઉપરાંત જાયફળ અને સુંઠ મેળવીને તેનું ચૂર્ણ બનાવીને દરરોજ એક એક ચપટી લેવાથી કાયમ માટે એસીડીટી દુર થાય છે.
ગળો: એસીડીટી ઘટાડવા માટે ગળો ખુબ જ ફાયદાકારક છે. પાંચ થી સાત ગળોના વેલાના ટુકડા લઈને પાણીમાં ઉકાળીને ગરમ કરો અને આ ગરમ પાણીને પીવાથી એસીડીટી દુર થાય છે.
છાશ: એસીડીટીથી છુટકારો મેળવવા છાસ પીવી જોઈએ. છાસમાં લેક્ટીક એસિડ હોય છે જે એસીડીટીમાં રાહત આપવામાં મદદ કરે છે. છાશમાં કાળી મરી અને ધાણા ભેળવીને પીવાથી એસીડીટી જલ્દીથી દુર થાય છે. એટલે છાશનો ઉપયોગ એસીડીટીની દવા તરીકે કરવો જોઈએ.
લવિંગ: લવિંગ અનેક રોગના સામનો કરવાના ગુણ ધરાવે છે. પરંતુ લવિંગ એસીડીટીમાં રાહત આપે છે. જયારે પણ પેટમાં એસીડીટીની સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે લવિંગ ચાવી જવાથી ફાયદો થાય છે. લવિંગને ખોરાકમાં પાણીમાં અલગ અલગ પ્રકારે લઇ શકાય છે જે ગેસ અને એસીડીટી સામે રાહત આપે છે.
આદું: શરદી અને ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓમાં આદુ ફાયદાકારક છે. આ સમયે ખુબ જ ફાયદો આપે છે. પાણીમાં ઉકાળીને જે ખોરાકમાં કે છાસમાં અથવા ચામાં નાખીને પીવાથી કે ખાવાથી રાહત આપે છે. એસીડીટીના સમયે પાણીમાં આદુ ઉકાળીને જે પાણી પીવાથી, અને તેના ટુકડા કાળા મરીમાં નાખીને ચુસવાથી એસીડીટીમાં રાહત થાય છે.
ઈલાયચી: ઈલાયચી ખાવાથી એસીડીટીમાં રાહત આપે છે. જયારે પણ એસીડીટીની સમસ્યા આવે ત્યારે કોઇપણ એલચીના એક અથવા બે બીજ મોઢામાં રાખીને સગળવાથી એસીડીટીમાં રાહત રહે છે.
ફુદીનો: ફુદીનો એક પ્રકારે શાકભાજી છે જે જડીબુટ્ટી તરીકે ઓળખાય છે, મોટાભાગે ફૂદીનામાંથી ચટણી બનાવવામાં આવે છે. આ ફુદીનાના પાંદડા વાટીને ભારે ખોરાક ખાવાથી પેટમાં બળતરા કે પેટના એસીડીટી વખતે કાળા મીઠા સાથે મેળવીને તેમાં લીંબુ નાખીને પીવાથી એસીડીટી શાંત થાય છે, જેના પાંદડા ચાવીને ખાવાથી પણ રાહત રહે છે.
મુલેઠી: મુલેઠી એક ઔષધીય જડીબુટ્ટી છે, જેનું સેવન ગરમ પાણી સાથે કરવાથી એસીડીટીમાં રાહત રહે છે, તેનું સેવન ઉકાળાના સ્વરૂપમાં અથવા તો પાવડરના રૂપમાં પણ કરી શકો છો.
ઘી અને અંજીર: ચોથા ભાગનો ગ્લાસ ભરી જેમાં 1 ચમચી ઘી અને અડધી ચમચી મીઠું ભેળવીને સેવન કરો. ઘી આંતરડામાં દીવાલોમાં ચીકાશ આપે છે. અને ml ત્યાગ કરવામાં સરળ બનાવે છે. આ દ્રાવણમાં બ્યુટીરેટ એસીડમાં એન્ટી ઇન્ફલેમેન્ટરી પ્રભાવ હોય છે અને અને મીઠું એક સ્વચ્છ આતરડું માં તકલીફ કરનાર બેકટેરિયાને મારી નાખે છે. આ સિવાય તેમાં ભરપુર માત્રામાં ફાયબરથી મોજુદ ફૂડ જેમકે પલાળેલા અંજીર, બીલી ફળ , ત્રિફળા વગેરે ખાવાથી એસીડીટી દુર થાય છે.
જોઈએ કેટલાક બીજા ઘરેલું ઉપચાર અનાનસના ટુકડા પર સાકાર અને મરી ભભરાવીને ખાવાથી એસીડીટી દુર થાય છે, ગાજરનો રસ પીવાથી એસીડીટી મટે છે, કોળાના રસમાં સાકર ભેળવીને પીવાથી એસીડીટી મટે છે, દ્રાક્ષ અને બાળ હરડે સરખે ભાગે લઇ, એટલી જ સાકાર મેળવી, તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસીડીટી મટે છે.
કોથમરી: છાતી કે પેટમાં બળતરા થાય ત્યારે કોથમીરનો રસ 5 થી 6 ચમચી અથવા ધાણાજીરું પાવડર 1 ચમચી અથવા સાકર મેળવી વારંવાર પીવાથી તુરંત એસીડીટી મટે છે. આ સમયે શેરડીનો તાજો રસ પીવાથી પણ એસીડીટીમાં રાહત થાય છે.
જેઠીમધ: રોજ ત્રિફળા, ક્દુચુર્ણ, જેઠીમધ અને ધાણાનું ચૂર્ણ બનાવી તેમાં સરખા ભાગે સાકર નાખી, સવાર સાંજ એક એક ચમચી લાંબો સમય લેવાથી એસીડીટી મટે છે.
🙏 Request: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.