About US

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો  મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને  કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

આયુર્વેદ મુજબ આરોગ્ય માત્ર રોગો અથવા રોગોથી મુક્તિ નથી, પરંતુ તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંતુલનની સ્થિતિ છે, તેથી અમારી ટીમ દ્વારા આયુર્વેદ ને વધુમાં વધુ લોકો સુધી પહોચી શકે એવો અમારો પ્રયાસ છે.

આયુર્વેદ એ વિશ્વની સૌથી જૂની અને  પ્રચલિત શારીરિક ઉપચાર પદ્ધતિઓ માની એક છે. તેનો વિકાસ ભારતમાં 3000 વર્ષ પહેલાં થયો હતો. બદલાતી જીવનશૈલીમાં લોકો ઝડપી રાહત માટે વિવિધ અને સરળ પધ્ધતિઓ અપનાવી રહ્યા છે, પરંતુ આયુર્વેદ તબીબી પદ્ધતિ અસાધ્ય રોગોને જડમૂળથી દૂર કરવા માટેનો ઉપચાર છે.

અહિયાં તમને અનેક આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ખજાનો મળી રહેશે. આ જડીબુટ્ટીઓ તમારા કોઈ રોગને કાઢવાની સાથે અન્ય શરીરમાં કબજો કરી ગયેલા રોગને પણ દુર કરી નાખશે. અમે દુનિયામાંથી નામી – અનામી જડીબુટ્ટીઓ અને તેના ઉપચારો વિશે માહિતી આપવા અને તમારા દર્દની સેવા કરવા માટે આ વેબસાઇટનું નિર્માણ કર્યું છે.

આ દેશી ઓસડીયા અને જડીબુટ્ટી વર્ષોથી વ્યક્તિઓમાં રોગના ઈલાજ માટે કારગર નીવડી છે અને શ્રેષ્ઠ સાબિત થઇ છે, આજે મેડીકલમાં મળતી દવાઓમાં આવી અનેક જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે જેના વિશે આપણે જાણતા નથી, એવી ઘણી જડીબુટ્ટીઓ પણ આપણા રહેણાંકની આજુબાજુ અને આપણા રસોડામાં ઉપલબ્ધ હોય છે જે ક્યાં રોગને દુર કરે છે જેના વિશે મોટાભાગના લોકોને જાણ હોતી નથી. આપણા આંગણામાં થતા ફૂલ અને ઘાસ પણ જડીબુટ્ટી છે તેની આપણને ખબર હોતી નથી જેથી આમારા દ્વારા આ વનસ્પતિ વિશેની માહિતી પ્રદાન કરવાનો અમારો હેતુ છે.

તમે દરરોજ આયુર્વેદિક ટીપ્સ અને માહિતી માટે અમારા ફેસબુક પેજ ને લાઈક કરી લો, જેથી તમને દરેક માહિતી આસાનીથી મળતી રહે.

 

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.