આપણી આજુબાજુ ઘણા બધા પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટીઓ મળી રહેતી હોય છે. આ જડીબુટ્ટીઓ લઈને તમે તમારા શરીરમાં રહેલા અમુક પ્રકારનાં રોગો સામે લડી શકો છો. જેમાંથી અમુક જડીબુટ્ટીઓનો સહારો લઈને તમે અમુક પ્રકારના રોગને આવતા અટકાવી પણ શકો છો.
આપણા શરીરમાં રોગ સામે લડવાની શક્તિ આવા ઔષધીય આહાર વડે મળે છે. તમારા શરીરમાં જો કોઈ તકલીફ થઇ રહી હોય તો તેવા સમયે તમે આ પ્રકારનાં ઔષધીય છોડનો ઉપયોગ કરી શકો છો. આવા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં ગળો એક ખુબ જ ઉપયોગી ઔષધી છે. જે તમારા શરીરમાં લડવાની શક્તિ ઉત્પન્ન કરે છે.
આ ગળોને વર્ષોથી જડીબુટ્ટી માનવામાં આવે છે. જેનો ઉપયોગ કરવાથી યાદશક્તિમાં સુધારો કરી શકાય છે. તે શરીરમાં અસ્થમા, ગેસ, કફ જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓમાં લડવા તેમજ શરદી અને ઉધરસ સામે રક્ષણ આપવામાં ખુબ જ ઉપયોગી છે. જેથી આજના સમયે આ મહામારીમાં રોગ સામે લડવા માટે ગળોનો ભરપૂર ઉપયોગ થયો છે.
અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધી છે. જેનો ઉપયોગ કરીને તમે રોગ સામે લડી શકો છો. આ જડીબુટ્ટીમાંથી ઘોડાના પેશાબ જેવી દુર્ગધ આવે છે, જેના લીધે તેને અશ્વગંધા તરીકે ઓળખવામાં આવે છે. આ એક ઉત્તમ પ્રકારની ઔષધી છે જેથી એનો ઉપયોગ પીડા તેમજ સોજાને મટાડવાની દવા તરીકે ઉપયોગ થાય છે. આ સિવાય તેનો ઉપયોગ માનસિક રોગોમાં પણ થાય છે. જે મગજને શાંત કરે છે તેમજ મગજના રોગો જેવા કે ડીપ્રેશન તેમજ અનિંદ્રાને દૂર કરે છે.
તુલસી દરેક ઘરના આંગણાની ઔષધી છે. જેથી બધા જ લોકો તેનો ઉપયોગ કરી શકે છે. જેમાં પણ રોગો સામે લડવાની શક્તિ ઉત્પન્ન કરતા ગુણ જોવા મળે છે. તે શરીરમાંથી શ્વાસ તેમજ ફેફસાના ર્પ્ગ દૂર કરવાની શક્તિ ધરાવે છે. આ ઔષધીઓનો ઉપયોગ કરીને આપણે ચિંતા, તણાવ અને થાક જેવી સમસ્યાઓને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ થાય છે. આપણા શરીરમાં રોજબરોજ જોવા મળનારી અનેક પ્રકારની સમસ્યાઓને ઠીક કરવામાં તેનો સરળ રીતે ઉપયોગ કરી શકાય છે.
વાયરલ ઇન્ફેક્શનની સમસ્યા જેવી કે શરદી, ઉધરસ તેમજ લાળ ખરવી જેવી સમસ્યાઓની અંદર આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી શકાય છે. આ જડીબુટ્ટીની અંદર એન્ટી ઓક્સીડેંટ ગુણ જોવા મળતા હોય છે જેના લીધે તે શરીરનાં શુદ્ધિકરણમાં પણ ખુબ જ ઉપયોગી છે. જે શરીરમાં રહેલા અશુદ્ધ લોહીને તેમજ વધારાના કચરાને દૂર કરે છે.
આમળા પણ ખુબ જ સારી એવી ઔષધી છે, જેનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં કરી શકાય છે. તે શરીરમાં હ્રદય, મગજ તેમજ ફેફસાના રોગો સામે ખુબ જ ઉપયોગી છે. આ આમળાની અંદર અનેક ઉપયોગી વિટામીન રહેલા હોય છે. જેની અંદર વિટામીન સી, એમીનો એસીડ, પેક્ટીન જેવા તત્વો હોય છે. જેના લીધે તેનો ઉપયોગ બળતરા દૂર કરવા, બેકટેરિયાનાં નાશ માટે, તેમજ શરીરમાં એન્ટીઓકસીડેંટ ગુણ ધરાવવા માટે ઉપયોગી છે. આથી આમળાનો ઉપયોગ કરનારા લોકોમાં રોગોનું પ્રમાણ ખુબ જ ઓછા પ્રમાણમાં રોગો જોવા મળે છે.
અજમાં એક એવા પ્રકારની ઔષધી છે કે જેનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. તે શરીરમાં ખુબ જ સારા ફાયદા કરે છે. જયારે લોકોમાં શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યાઓ જોવા મળે છે ત્યારે તેના સામે રક્ષણ મેળવવા માટે અજમાનો ઉપયોગ કરી શકાય છે. આ અજમા વાયરલ ઇન્ફેકશનને દૂર કરી શકે છે. ઋતુના જોખમ સામે પણ આ અજમાનો ઉપયોગ ખુબ જ ફાયદા કારક નીવડે છે.
શરદી, ઉધરસ અને કફ સામે વર્ષોથી અરડૂસીનો ઉપયોગ થતો આવ્યો છે. તેની અંદર કડવો, તૂરો તેમજ સારા એવા પ્રમાણમાં ઉપયોગી રસો રહેલા હોય છે. જેના લીધે જો અરડૂસીનો ઉપયોગ કરવામાં આવે તો તેના લીધે તે કફને દૂર કરવામાં મદદ કરે છે. અરડૂસીનાં પાનની અંદર ઉપયોગી થાય તેવું વેસિન ક્ષાર નામનું તત્વ હોય છે, જેના લીધે તેનો ઉપયોગ અનેક રોગોમાં થાય છે.
આમ, આ રીતે આટલા ઔષધીઓનો ઉપયોગ કરીને તમે નાના મોટા ઘણા પ્રકાર આવા રોગો સામે રક્ષણ મેળવી શકો છો. તમારા શરીરમાં જોવા મળતી આવી સમસ્યાઓ સામે લડવામાં આ પદાર્થોમાં રહેલા એન્ટીઓક્સીડેંટ તત્વો ખુબ જ ઉપયોગી થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.