આપણે બધા દરરોજ જીવન નિર્વાહ માટે ખોરાક ખાઈએ છીએ, જેના લીધે આપણું શરીર અને શરીર તંત્ર ચાલે છે. પરંતુ આ માટે સ્વચ્છ અને તાજો ખોરાક લેવો જરૂરી છે. નહિતર આપણે બીમાર પડી શકીએ છીએ. જેના લીધે ઘણી બધી બીમારીઓ આવે છે અને ખુબ જ હેરાન થઈએ છીએ.
બધા લોકો થોડી કરકસર કરી લેવાથી ટેવાયેલા હોય છે, અથવા તો કોઈ આળસના લીધે વારંવાર ખોરાક બનાવવાથી કંટાળી જાય છે. આવા સમયે જો આપણે ખોરાકમાં કાળજી ન રાખીએ તો ઘણી રીતે બીમાર પડી શકીએ છીએ. જેના લીધે આવા વાસી ખોરાકથી બીમાર પડવાનો વારો આવે છે.
ઘણા લોકો જમવાનું કે બાકી વધે તેના રસોડામાં રાખીને મૂકી દેતા હોય છે અને તેને ફરીથી ગરમ કરીને ખાય છે અથવા તો આવો ખોરાક છેક બીજા દિવસે ખાય છે. આરોગ્ય નિષ્ણાતો અને આયુર્વેદ પણ કહે છે કે કોઈપણ ખોરાક ત્રણ કલાક કરતા વધારે સમય જેટલો વાસી થાય તો ન ખાવો જોઈએ. ગમે જાણીએ છીએ કે કોઈપણ ખોરાક ફેકી ન દેવો જોઈએ પરંતુ આપણી જેટલી જરૂરિયાત હોય તેના પ્રમાણમાં જ ખોરાક રાંધવો જોઈએ.
આવી સ્થિતિમાં જો તમે આવો વાસી ખોરાક રાખી મુકશો અને વારંવાર ગરમ કરીને ખાશો તો એ તમારા સ્વાસ્થ્યમાં ગંભીર અસર કરી શકે છે. જેનાથી સ્વાસ્થ્ય જોખમાય છે અને શારીરિક અને આર્થીક બંને રીતે સ્વાસ્થ્ય જોખમાય છે માટે કોઈ વસ્તુને વારંવાર ગરમ કરીને ખાવાથી બચવું જોઈએ. આમાંથી અમે એવી અમુક વસ્તુઓ બતાવી રહ્યા છીએ કે જે ખાવાથી શરીરમાં ખુબ નુકશાન થાય થઇ શકે છે.
આવી વસ્તુમાં જોઈએ તો પાલખ અને લીલા શાકભાજીમાંથી જો કોઈ ખોરાક રાંધીને બનાવવામાં આવ્યો હોય તો તેને ફરીથી ગરમ ન કરવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે પાલકમાં આયર્ન એટકે કે લોહ તત્વ વધારે પ્રમાણમાં હોય છે, જયારે તમે વારંવાર રાંધીને ગરમ કરો છો ત્યારે તેમાં ઓક્સીડેશન પ્રક્રિયા થાય છે અને જેમાથી ઓક્સાઈડ છુટા પડે છે જે ખાવાથી શરીરમાં ઘણું જોખમ કરે છે.
ચોખા પણ જો વારંવાર રાંધીને ખાવાથી ઘણું નુકશાન થઇ શકે છે. જયારે ચોખામાં ઘણા જીવાણુઓ હોય છે, જયારે ચોખાને રાંધવામાં આવે છે ત્યારે તેમાં આ જીવાણુઓ હાજર હોય છે. પરંતુ આ જીવાણુંનું સેવન શરીર માટે જોખમ કારક નથી. ચોખા રાંધ્યા પછી તેને ઘણા સમય સુધી રાખવામાં આવે ત્યારે તે જીવાણું બેક્ટેરિયામાં રૂપાંતર પામે છે, જયારે આવા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે ત્યારે તેમાંથી ફૂડ પોઈઝનીંગ થાય છે.
ઘણા લોકો પ્રોટીન માટે ઈંડાનું સેવન કરતા હોય છે. જયારે ઈંડાને વારંવાર ગરમ કરવામાં આવે છે ત્યારે તેનાથી શરીરમાં નુકશાન થાય છે. ઈંડામાં પ્રોટીન સાથે નાઈટ્રોજન હોય છે જેને વારંવાર ગરમ કરવામાં આવે તો તે કેન્સરનું કારણ બની શકે છે. જો તમારે ઈંડાનું સેવન કરવું હોય તો ઈંડાને ઠંડા કરીને કે બરફમાં રાખીને તેનું સેવન કરવું જોઈએ. ઈંડાને રાંધ્યા પઢી તરત જ ખાઈ લેવા જોઈએ.
ઘણા લોકો ચીકન ખાવાના શોખીન હોય છે. જ્યારે આ ચીકન ખાવાથી શરીરમાં પ્રોટીન મળે છે. ચીકન પણ મરઘીનો એક ખોરાક છે, જે મરઘાના માંસથી બને છે, જેને પણ વારવાર ગરમ કરવામાં આવે તો શરીર માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. જયારે આ માંસનું વારંવાર સેવન કરવામાં આવે તો તેમાં ઘણા બધા ફેરફાર થાય છે. ચીકનના ગુણ બદલાય જાય છે. જયારે આવા ખોરાક જો વારંવાર કરીને ખાવાથી પાચન ક્રિયા બગડે છે.
જયારે રસોઈના થોડા સમય પછી જ મશરૂમ ખાઈ લેવા જોઈએ. મશરૂમને બીજા દિવસ માટે ક્યારેય ન રાખવા જોઈએ. કારણ કે તેમાં એવા ઘણા બધા તત્વો હોય છે, જે પાચન તરફ ગંભીર અસર કરે છે, જયારે ખોરાકમાં આવા ખોરાકને ફરી વખત રાખવામાં આવે તો તેને ઠંડો કરીને ખાવો જોઈએ.
આમ, આવા ઉપરોક્ત ખોરાક ખાવાનું થાય તો તેને વારંવાર ગરમ કરવો ન જોઈએ, જો બની શકે તો તે જરૂરિયાત મુજબ જ રાંધવો જોઈએ. અમે ક્યારેય રાંધવામાં કે ખાવામાં અવ્યવસ્થા થાય તો આવા ખોરાકને ફ્રીજમાં રાખી દેવો અને તેને ગરમ ક્યા વગર જ ખાઈ લેવો જોઈએ. આ ખોરાક જ્યારે ખાવામાં આવે તો ફ્રીજમાં ખાવાથી તેના તત્વોમાં ફેરફાર થતો નથી અને તે સ્થિર રહે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.