વાનો દુખાવો એ ઘણા લોકોને થતી સમસ્યા છે. ખાસ કરીને 55 થી 60 વર્ષના વ્યક્તિઓમાં વાનો દુખાવો જોવા મળતો હોય છે. જેમાં અલગ અલગ પ્રકારની તકલીફને લીધે વાનો દુખાવો થાય છે. જેમાં સંધિવા, ગઠીયો વા, આમવાત જેવા વાની તકલીફો જોવા મળે છે. આ તકલીફો વાયુના દોષને લીધે થતી હોય છે.
મિત્રો આ ઔષધીનો ઉપયોગ ઘણા બધા મોટી ઉમરના લોકો ઉપર કર્યો છે અને સૌથી અસરકારક પરિણામ આપ્યું છે. જો તમારા પરિવારમાં પણ કોઈ ને વા અને સાંધાના દુખાવાની તકલીફ હોય તો ચોક્કસ આ પ્રયોગ કરજો.
વાનો દુખાવો 55 કે 60 વર્ષ ઉપરની વ્યક્તિ હોય તેવા વ્યક્તિઓને મોટેભાગે આ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. હાલના સમયમાં 35 થી 40 વર્ષના યુવાનો હોય એના શરીરમાં પણ વાયુનો દુખાવો થતો હોય છે. એલોપથી વિજ્ઞાનમાં લગભગ વાની દવા બરાબર કાર્ય કરતી નથી. શરીરમાં જયારે વાયુ એટલે કે વાત પ્રકૃતિ વધી જાય ત્યારે આ પ્રકારની સમસ્યા થતી હોય છે. જેમાં ગોઠણનો, કમરનો દુઃખાવો, સાંધાનો દુખાવો, પીઠનો દુખાવો, એડીનો દુખાવો વગેરે પ્રકારે શરીરમાં દર્દ થતું હોય છે.
આ સમસ્યામાં પણ ઘણા લોકોને ફરતો વા ની સમસ્યા હોય છે અથવા તો લોહીમાં વાની સમસ્યા હોય છે. જેના કારણે એક દિવસ ગોઠણ દુખે છે, તો વળી બીજા દિવસે પીઠ દર્દ, ત્રીજા દિવસે કમર દર્દ થાય, ચોથા દિવસે એડીનો દુખાવો થાય આ પ્રકારે સમસ્યાઓ થતી હોય છે. ઘણી વખત તો આ સમસ્યા એટલી હદે વધી જાય છે કે તમે ક્યારેક સવારે પથારીમાંથી ઉભા પણ થઈ શકતા નથી. ટોઇલેટમાં પણ બરાબર બેસી શકતા નથી.
ઘણા લોકો વાનો દુખાવો છે, વાની સમસ્યા છે એને મટાડવા માટે પેન કીલર કે એવી કોઇપણ જાતની ટેબ્લેટ લેતા હોય છે. આ દવાથી અમુક સમય પુરતો દુખાવો તમને બંધ થઈ જાય છે. જ્યાં સુધી આ દવાનો પાવર શરીરમાં રહે છે ત્યાં સુધી દુખાવો થતો નથી અને આ સમય બાદ ફરી પાછો દુખાવો શરૂ થઈ જાય છે. પેન કિલર એ વાના દુખાવાનો કોઈ સચોટ ઉપાય નથી.
વધારે પ્રમાણમાં આ પ્રકારની પેન કિલર કે કોઇપણ ટેબ્લેટ લેવાથી શરીરને માટે તે ઘાતક સાબિત થઈ શકે છે. આ સમસ્યાનો સચોટ ઈલાજ એ જ છે કે તમારે શરીરમાંથી વાયુનો પ્રકોપ ઓછો કરવો જોઈએ. આ માટે વાયુ છે તેને ઘટાડવો જોઈએ. વાયુના દોષને તમારે શાંત કરવો જોઈએ.
વાયુના દોષને શાંત કરવા માટે સચોટ અને આયુર્વેદિક ઉપાય ઔષધિઓ દ્વારા કરી શકાય છે. આ ઈલાજ માટે ઉપયોગી બે વનસ્પતિઓ છે, જેનું નામ છે પારિજાત અને બીજી નગોડ. આ બંને ઔષધિઓ ખુબ જ અસરકારક રીતે કાર્ય કરીને વાના દોષને શાંત કરી શકે છે.
નગોડ નામની વનસ્પતિ ખાસ કરીને વાડીઓની અંદર જોવા મળતી હોય છે. પારિજાત નામની વનસ્પતિઓ અમુક બગીચાઓમાં, નર્સરીઓમાં અને ઘણા સ્થળોએ જોવા મળતી હોય છે. પારિજાત એ દેવતાઓનું વૃક્ષ માનવામાં આવે છે. માન્યતા છે કે આ વૃક્ષને દેવતાઓએ સ્વર્ગમાં ઉગાડ્યું હતું.
પારિજાત વિશે આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે 40 વર્ષ જુનો સાંધાનો દુખાવો હોય તો પારીજાત મટાડી શકે છે. નગોડની વનસ્પતિમાં પણ પોષક તત્વો ભરપુર માત્રામાં હોય છે. નગોડ અને પારિજાત વનસ્પતિના ગુણધર્મ સરખા હોય છે. આ બંને વનસ્પતિનો સમાન ગુણધર્મ વાયુનું સમન કરવાનો છે. તેથી આ બંને વનસ્પતિઓ શરીરમાં વાયુનું શમન કરે છે.
આ વાયુના ઈલાજ માટે પારિજાતના 7 પાન લેવા અને નગોડના 5 પાન લેવા. આ માટે નગોડના પાન સૂકા લેવા. સૂકા પાન ન હોય તો નગોડના ઘણા બધા પાન લેવા અને આ પાનને સૂર્યના પ્રકાશમાં સૂકવી દેવા. ઘણી જગ્યાએ દેશી ઓસડીયા વાળાની દુકાને સુકાયેલા પાન પણ મળે છે.
પારિજાતના જે 7 પાન છે જેની મિક્સરની અંદર ચટણી બનાવી લેવી. ચટણી બનાવીને એક ગ્લાસ પાણી લઈને આ પાણીની અંદર આ જે પારિજાતના 7 પાનની ચટણી બનાવેલી હોય, જે છુંદો કર્યો હોય તેને એક ગ્લાસ પાણીમાં નાખી દેવો. આ સિવાય પાંચ જે નગોડના સુકાયેલા પાન છે તેના જીણા જીણા ટુકડા કરી એ પણ ચટણી ભેગા નાખી દેવા.
આ રીતે એક ગ્લાસ પાણીમાં 7 પારિજાતના પાનની ચટણી અને 5 નગોડના સુકા પાનના ટુકડા ગ્લાસમાં નાખી અને ગ્લાસને ઢાંકી દેવો. આ રીતે સાંજે આ પ્રયોગ કરવો. આ રીતે આખી રાત્રી પલાળી રાખ્યા બાદ સવારે આ રીતે રાખેલા પાણીને ઉકાળી લેવું.
આ એક ગ્લાસમાંથી 30 ટકા જેટલું પાણી વધે ત્યાં સુધી ઉકાળ્યા રાખવું. ઉકાળ્યા બાદ આ પાણીને ગાળીને પી જવું. આ રીતે આ પ્રયોગ સવારે પલાળીને રાખેલા પાણીનો સાંજે ઉપયોગ કરવો. આમ સવારે અને સાંજે આ પ્રયોગ કરતા રહેવો. આ રીતે નિયમિત આ પ્રયોગ કરતા રહેવો.
આ પ્રયોગ સાથે જે ડ્રાઈફ્રુટમાં અંજીર મળે છે તેનો પ્રયોગ કરવો. માટે આ પ્રયોગમાં બે અંજીર મળે. આ અંજીરમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે. જે સાંધાના દુખાવામાં ખુબ જ રાહત આપે છે. માટે બે અંજીર લેવા. આ અંજીરને એક ગ્લાસ પાણી લઈને તેમાં પલાળી દેવા. આ અંજીરને સાંજે પાણીમાં પલાળી લેવા.
આ પછી આ પાળીને અંજીર કાઢીને આ પાણી પી જવું. આ પછી એક વાટકામાં દૂધ લઈને આ અંજીરને તેમાં નાખી દેવા. આ દુધમાં નાખેલા અંજીરને દૂધમાં જ ક્રશ કરી નાખવા. આ અંજીરને દુધમાં મસળી નાખવા. આ પછી આ દુધને ગરમ કરવું. આ દુધને ગરમ કરવાથી દૂધ અંજીર શેક જેવું બની જશે. આ રીતે મિશ્રણ બનાવ્યા બાદ તેને તમારે પી જવું. આ મિશ્રણ લેવાની સાથે ગોળ ખાવો. આમ ગોળ ખાતા ખાતા સાથે દૂધ અંજીરના અ મિશ્રણનું સેવન કરતું રહેવું. આ ઉપાય માત્ર સવારના સમયે જ કરવો.
પારીજાત અને નગોડના પાન વાળું પીણું સવાર અને સાંજે બંને સમયે પીવું. આ પ્રયોગમાં સૌપ્રથમ અંજીર શેક વાળો પ્રયોગ પહેલા કરવો. આમ આ બે ઉપાયો નિયમિત કરવાથી તેના ચમત્કારિક ફાયદાઓ મળીને વાનો દુખાવો મટે છે.
આ પ્રયોગ કરવાથી જે સાંધાના દુખાવાઓ હોય છે તેમાં ઘણી બધી રાહત મળી જાય છે. આ એક ખુબ જ ઉપયોગી આયુર્વેદિક ઉપાય છે. આ આયુર્વેદિક ઉપાય કરવાથી શરીરમાં જે વાયુનો પ્રકોપ વધી ગયો છે તેને આ ઉપાય ઓછો કરે છે અને વાયુને શાંત કરે છે. આ રીતે વાયુ શાંત થાય છે જેને કારણે સાંધાના દુખાવા કે બીજા કોઇપણ પ્રકારના દુખાવા છે તે દુખાવા મટી જાય છે.
આ પીણું પીવાથી સાંધાના દુખાવા તો દૂર થશે જ. પરંતુ આની સાથે જો શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હશે, વિટામીન B6 ની કમી હશે, વિટામીન 12ની કમી હશે તો પણ આ કમી દૂર થઈ જશે અને ભવિષ્યમાં પણ આ કમી નહિ થાય.
આમ, જે લોકોને સાંધાનો દુખાવો કે વાનો દુખાવો છે એ લોકોએ આ ઉપાય એકવાર જરૂર કરવો. જેનાથી ચોક્કસ ફાયદો થશે. આ ઉપાય શરીરમાં રહેલા વાયુના પ્રકોપને દૂર કરી સાંધાનો દુખાવો મટાડી શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા વાના દુખાવાન દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી થાય.