મિત્રો અહી તમને આંજણી થવાના કારણો, આંજણી ની દેશી દવા, આંજણી નો ઘરેલું ઉપચાર જેવા વિવિધ ટોપિક વિષે સમજાવાના છીએ.
આંખની પાંપણ વચ્ચે નાની ફોલ્લી જેવું થાય તેને આંજણી કહે છે. આંજણી એક પ્રકારે બેક્ટેરિયાથી થતી બીમારી છે. આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉમરના લોકોને થઈ શકે છે. તેમની આંખની પાંપણનીંચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઈ જાય છે. આંજણીના આ રોગને હિન્દીમાં બીલની, અંજન નામિકા, અંજુલી, ગુહાંજની કે ગુહેરી કહેવામાં આવે છે, જ્યારે આંજણીને અંગ્રેજીમાં Stye of Eye કહેવામાં આવે છે. મેડીકલ ભાષામાં આંજણીને હોર્ડેલમ કહેવામાં આવે છે.
આ રોગમાં આંખોની પાંપણ પર ફોડલી થાય છે, જે દાણા રૂપે હલ્કા લાલાશ પડતો રંગમાં ઉભરે છે, જેમાં પરું ભરાય છે, પરંતુ આંજણી થાય ત્યારે દર્દીને ઘણી તકલીફ થતી હોય છે, આંખની પાંપણો પર આવેલા વાળના મૂળમાં બારીક તૈલી તૈલી સ્ત્રાવ ગ્રંથીઓ આવેલ હોય છે. આ ગ્રંથીને બહારથી ચેપ લાગવાના કારણે તેના પર સોજો આવે છે. બાહ્ય ચેપ આંખને વારંવાર ગંદા હાથ કે ગંદા રૂમાલ ઘસવાને કારણે લાગી શકે છે.
આંજણી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો:
આંખ પર ફોલ્લી છે તો વારંવાર અડવું જ જોઈએ, ફોલ્લીઓ ફોડવી ન જોઈએ, તેમાંથી પરું કાઢવાની કોશિશ ન કરવી જોઈએ, ફોલ્લીઓ ને વારંવાર અડવાથી આંખ પર વધારાનો ચેપ લાગે છે, આંજણી વખતે લેન્સ ન પહેરવો જોઈએ કે ચશ્માનો ઉપયોગ ન કરવો જોઈએ, આંખ પર ફોલ્લી વખતે મેકપ કે મસ્કરા આઈ લાઈનર અને આઈ શેડો ન લગાવવો જોઈએ.
આંખની આંજણી માટે ઘણાબધા ઘરેલું ઉપચાર ઉપલબ્ધ છે પણ, પરંતુ આ આયુર્વેદિક ઉપચારની મદદથી ટૂંક સમયમાં તમને આંખની આંજણીમાં રાહત મળશે.
આંજણીના લક્ષણો(Stye Of Eye Symptoms):
આ આંજણી થવાના લીધે આંખો લાલ થાય છે, આંખમાં ખંજવાળ આવે છે, આંખો દુખે છે, આંખમાં સોજો આવે છે, આંખમાંથી પાણી નીકળે છે, આંખમાં પોપડી વળી જાય છે, આંખ બળે છે, આંખમાં છીપડા જામે છે.
આંજણી થવાના કારણો(Stye Eye Reasons):
ક્યારેક આંખની પાંપણ પર તેલ ગ્રંથી એક્ટીવ થઈ જાય ત્યારે આંજણી થાય છે, પાંપણમાં કચરો, ઓઈલ કે મરેલી ત્વચા જમા થવાથી પણ આ સમસ્યા થાય છે, આંખમાં આ સમસ્યા સ્ટૈફિલોકોકસ બેક્ટેરિયાના સંક્રમણને કારણે થાય છે, સાથે તે વિટામીન A અને Dની ઉણપના કારણે તેમજ કબજીયાતના કારણે પણ થાય છે. સાથે તેમાં તણાવ, હોર્મોન્સ ફેરફાર, મેકઅપ અને બ્લીફેરાઈટીસ પણ સામેલ છે. હવે આપણે અ આંજણી મટાડવાના ઈલાજ અમે આ લેખમાં બતાવીએ કે જેનાથી તમે આ આંજણીના આંખના રોગમાંથી છુટકારો મેળવી શકો.
આંજણી નો ઘરેલું ઉપચાર(Stye Of Eye Treatment):
નીચે તમને આંજણીના ઘણાબધા આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર આપવામાં આવ્યા છે. આમાંથી કોઈપણ એક ઉપચાર દ્વારા તમે આંજણીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
ખસખસ(Poppy Seeds): ખસ ખસમાં આયુર્વેદિક ગુણ આવેલા હોય છે, માટે તે આંખની સમસ્યાને દુર કરવાના ગુણ ધરાવે છે, જેમાં આંજણીનો પણ સમાવેશ થાય છે, ખસ ખસના ડોડામાં રસવંતી અને સોનાગેરુ પાવડર ઘૂંટી, આંજણી પર બહારથી લેપ કરવાથી તે મટે છે. તે આંજણીને મટાડીને તેના સોજાનો ન નાશ કરે છે.
તુવેરદાળ: તુવેરદાળને સ્વચ્છ નાની ખરલમાં પાણી સાથે એકદમ બારીક વાટી, અથવા દાળ પાણીમાં ઘસીને આંજણી પર લેપ કરવાથી આંજણી મટે છે. તુવેરદાળમાં આંખની આંજણીને મટાડવાના ઔષધીય ગુણ હોય છે, જે આ રીતે આંજણીને મટાડે છે.
લવિંગ: લવિંગ એક મસાલા પદાર્થ છે પરંતુ તેની મદદથી ઘણી સમસ્યાઓને દુર કરી શકાય છે. તે આંજણીના કારણે થયેલા દર્દ ને ચામડીની બળતરાને ઓછી કરે છે, સાથે તે આંજણીને પણ મટાડે છે. માટે લવિંગને આંજણીની શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. તેના એન્ટી ઓક્સીડેન્ટ ગુણોના કારણે તે આંખોના સંક્રમણને રોકવામાં મદદ કરે છે. આંજણી થાય ત્યારે લવિંગને પાણીમાં ઘસીને લેપ બનાવો. અને તેને આંજણી પર લગાવો. આ પ્રયોગ 2 દિવસ સુધી કરવાથી આંજણી મટી જાય છે.
જમરૂખના પાંદડા: પ્રકૃતિક ઔષધિના રૂપમ જમરૂખના પાંદડા ખુબ જ લાભકારી છે. એટલા માટે તેને આંજણીના ઘરેલું ઈલાજના પ્રયોગમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં આવેલા એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણ પાંપણ પર થયેલી આંજણી અને તેનો સોજો અને લાલીમાને ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપાય કરવા માટે 2 થી ૩ જમરૂખના પાંદડાને ધોઈ લો. આ પછી આ પછી આ પાણીમાં સાફ કપડાને ડુબાડીને નીચોવી લો. ત્યારપછી જમરૂખના પાંદડાને ગરમ કપડામાં રાખીને સારી રીતે લપેટી લો. આ પછી તેને હળવું ઠંડું થવા દો. આ પછી તેમાંથી એક પાંદડું કાઢીને તેને પ્રભાવિત ભાગ પર લગાવો. પાંચથી છ મિનીટ રહેવા દીધા બાદ આ પાંદડાને હટાવી લો. અન્ય પાંદડાને પણ આ રીતે પ્રયોગ કરો. આ પ્રયોગ માત્ર ૩ દિવસ સુધી દિવસમા 2 વખત આંજણી મટે છે.
એરંડાનું તેલ: એરંડાના તેલમાં રિસિનોલેઈક નામનું એસિડ મળી આવે છે જે ચામડી માટે એન્ટી ઈન્ફ્લેમેટરી એજેંટના રૂપમાં કાર્ય કરે છે. જેના ફળ સ્વરૂપ તે તેલ દર્દ અને સોજાને પ્રભાવી રૂપથી ઓછો કરવામાં મદદ કરે છે. પ્રયોગ માટે આંખોના પ્રભાવિત આંજણી વાળા ભાગને ગરમ પાણીથી ધોઈ લો. તે પછી પાંપણ પર ગરમ શેક કરો. આ પછી રૂની મદદથી પાંપણ પર એરંડાનું તેલ લગાવો. થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાથી આ સમસ્યા સંપૂર્ણ નાબુદ થઈ જશે.
ગ્રીન ટી: ગ્રીન ટી તેના એન્ટીબેક્ટેરીયલ ગુણોના કારણે મહત્વ ધરાવે છે. તેમાં બેકટેરિયાને ખત્મ કરનારા ગુણ હોય છે. તે આંજણીને રોકવા માટે ખુબ જ ઉપયોગી છે. ગ્રીન ટી પેકમાં આવેલા ટેનિન ઈન્ફેકશનને રોકે છે. તે સિવાય આંખોને સોજો અને દર્દથી રાહત મેલવા આતે ગ્રીન ટી પડીકીને પાણીમાં ડુબાડીને આંખો પર જ્યાં આંજણી છે ત્યાં રાખો. જયારે આ પડીકી ઠંડી પડી જાય ત્યારે તેને ફરી વખત ગરમ પાણીમાં ડુબાડીને પ્રયોગ કરો. આ ઉપાયથી 2 થી ૩ દિવસમાં આંજણી મટી જશે.
હળદર: હળદર મોટાભાગના રોગનો ઘરેલું ઉપચાર છે. તેમાં આવેલા એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઈન્ફેલમેટરી ગુણોના કારણે તે દર્દને ઓછું કરે છે. આંખની આંજણીથી રાહત મેળવવા માટે એક કડાઈમાં 2 કપ પાણી અને 1 ચમચી હળદર નાખીને તેને સારી રીતે ઉકાળી લો. આ પછી તેને ઠંડુ પડવા દો અને સુકા અને સાફ કપડાથી આંખો પર લગાવો. તેનાથી આંજણી મટી જશે. આ પ્રક્રિયા દિવસમાં બને તેટલી વખત કરવાથી આંજણી જલ્દી મટે છે.
કાળા મરી- તીખા: 10-10 ગ્રામના કાળા મરી, રસોત, પીપર અને સુંઠ બધાને લઈને એક સાથે બારીક વાટી પાણીમાં ભેળવીને નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીને પાણી સાથે ઘસીને આંજણી પર લેપ કરવાથી જલ્દી આરામ મળે છે. કાળા મરીને વાટીને પાણી સાથે આંજણી પર લેપ કરવાથી જલ્દી લાભ મળે છે. કાળા મરીને લગાવાથી આ આંજણી જલ્દી મટી જાય છે.
લસણ: એક લસણની કળીઓ અને અને આંખમાં ટીપા પડવાની શીશી લો લસણની કળીને વાટીને તેમાંથી રસ કાઢી લો. આ પછી તે રસને ટીપા આંજવાની શીશીમાં ભરીને સાવધાની પૂર્વક આંખ પર લગાવો. આ લસણ આંજણી પર લગાવ્યા બાદ તેને સુકાવા દો અને ત્યારબાદ ગરમ પાણીથી ધોઈ લો. આ ઈલાજ માં લસણમાં રહેલા અજોઈન અને એલિસિન નામનું તત્વ મળી આવે છે, જેમાં એન્ટીમાઈક્રોબીયલ ગુણ હોય છે, તે તત્વ આંજણી ઉત્પન્ન કરનારા જીવાણુંનો નાશ કરે છે.
એલોવીરા: એક એલોવીરનું પાંદડું લો. આ પછી એક ચપ્પુ લઈને એલોવીરાની છાલ ઉખાડી તેની વચ્ચેનો ગર્ભ આંખની આંજણી પર થોડી મીનીટો સુધી રહેવા દો. આ પછી તેને સાફ પાણીથી ધોઈ લો. આ પ્રયોગ 2 થી ૩ વખત દિવસમાં કરવાથી આંજણી મટે છે. ખાસ કરીને એલોવીરામાં આ આંજણીની પીડા માટે ઉપયોગમાં લઇ શકાય છે, કારણ કે તેમાં દર્દથી રાહત અપાવવાના ગુણ હોય છે.
લીલી ડુંગળી: આંજણીના ઈલાજ તરીકે લીલી ડુંગળીના પાંદડાને લઈને આ પાંદડાને બારીક કાપી નાખો તેમજ તેને વાટી લો. તેને પણ આંખમાં ટીપા પાડવાની શીશીની મદદ વડે આંજણી પર લગાવો. તેને લગાવી દીધા બાદ ઠંડા પાણીથી આંખોને ધોઈ લો. આ લીલી ડુંગળીમાં પણ લસણ જેવા જ અજોઈન તત્વ આવેલા હોય છે જેમાં માઈક્રોબીયલ ગુણ હોય છે જેના કારણે તે આંજણીના બેક્ટેરિયાને મારી નાખે છે.
મધ: ૩ મોટી ચમચી મધ લો તેમજ 2 કપ ગરમ પાણી લો. મધને પાણીમાં સરખી રીતે ભેળવી દો. જ્યારે પાણી હળવું ગરમ રહી જાય ત્યારે તેનાથી આંખોને ધોઈ લો. આ પ્રયોગને દિવસમાં બે વખત કરી શકાય છે. મધમાં એન્ટીમાઈક્રોબીયલ ગતિવિધિના લીધે આંજણીને ઠીક કરવામાં મદદ કરી શકે છે, મધ પણ આંજણી ફેલાવનારા બેકટેરિયાનો નાશ કરે છે.
કાળી દ્રાક્ષ: 2 કાળી દ્રાક્ષ બી કાઢીને જરા પાણી સાથે વાટીને મલમ જેવું કરી લો. પછી તેમાં 120 મીલીગ્રામ શુદ્ધ હિરાકસીનો બારીક પાવડર મિલાવી, ખરલમાં ઘૂંટી લો. આ દવા 2 થી 4 વખત આંજણી પર લગાવવાથી આંજણી મટી જાય છે.
મલાઈ: ગરમ કરેલું હુંફાળું થાય ત્યારે તેમાંથી તાજી મલાઈ લઈ લો અને આંજણી પર લગાવી લો. સુકાઈ જાય ત્યારે દૂધ લઈને એ ભાગ સાફ કરો બાદમાં ચોખા કપડાથી લુછી લો. આ ઉપાય કરવાથી આંજણીમાં મલાઈ ઠંડક અને રાહત આપીને આંજણી મટાડે છે.
આંબીલિયા: આંબલીના બીજને રાત્રે પાણીમાં પલાળી દેવા. આ જયારે સવારે પલળી જાય ત્યારે તેને ચંદનની જેમ ઘસીને આંજણી પર લગાવવા. આ ઉપાય કરવાથી માત્ર 2 દિવસમાં આંજણી મટી જશે. આ ઉપાય ખુબ જ અસરકારક રીતે કાર્ય કરે છે અને ખુબ જ જલ્દી પરિણામ આપે છે.
કેસર: કેસરની 2 થી ૩ પાંખડીયો પાણી સાથે નાની ખરલમાં લસોટીને, ચમચીમાં લઈ, જરાક ગરમ કરી, રોજ આંજણી પર લગાવવું, કેસરમાં કોઈ પણ વાયરસના જીવાણુંને નાશ કરનારા ગુણ હોય છે, જેના પરિણામે તે આંજણી બેક્ટેરિયાનો પણ નાશ કરે છે, સાથે તે ઠંડું હોવાથી આંખમાં ઠંડક આપે છે અને દુખાવામાં અને સોજામાં રાહત આપે છે.
અડદ: અડદ પણ શરીરના ઘણા રોગો માટે ફાયદાકારક છે, જે લકવા જેવા રોગ સામે પણ રક્ષણ આપે છે. જયારે આંખની આંજણીમાં પણ તે ઉપયોગી છે, જે આંખના ઈલાજ માટે અડદની દાળ વાટીને લગાવવી. આ દાળ લગાવ્યા બાદ 5 થી 6 કલાક લગાવી રાખવી. આમ તે બેક્ટેરિયાનો તેમજ સોજાનો નાશ કરશે. સાથે આંખો બળવાની સમસ્યા પણ રાહત આપશે.
આમ, આ ઉપરોક્ત ઈલાજ કરીને આંજણીને માત્ર 2 થી ૩ દિવસમાં મટાડી શકાય છે, આ તમામ ઉપચારો આયુર્વેદિક હોવાથી શરીરમાં કોઈ જ આડઅસર કરતા નથી અને આંજણીને મટાડે છે, સાથે તે આંખમાં સોજો અને દુખાવા સામે રાહત આપીને આંજણીને મટાડે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા આંજણીના રોગ માટે ખુબ જ ઉપયોગી થાય.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.