ભારતમાં પ્રાચીનકાળથી આયુર્વેદનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો આવ્યો છે, જયારે આધુનિક વિજ્ઞાનનો વિકાસ એટલો બધો થયો ન તો ત્યારથી ઔષધીનો ઉપયોગ થઇ રહ્યો છે. ટૂંક સમયમાં ચોમાસું શરુ થવાનું છે. ચોમાસામાં ઘણાબધા એવા ઔષધીય છોડ હોય છે કે જે આપણે ઘર આંગણે ઉગાડી શકીએ છીએ. તો અહી તમને એવી ઔષધી વિષે બતાવીશું કે તમે ઘરે પણ તેનો ઉછેર કરી શકો.
ઘણા એવા પણ ઔષધીય છોડ હોય છે કે જેનો ઉપયોગ કરવાથી તેમજ તેની સુંગંધનાં કારણે અનેક પરોપજીવીનો દૂર રહે છે તેમજ રોગો ફેલાવતા નથી. તુલસીના છોડની સુગંધથી મચ્છરો દૂર રહે છે જ્યારે મરવા જેવા છોડની નજીક સાપ, જેવા જીવજંતુઓ ઘરમાં આવતા નથી. આમ છોડ જો ઘરમાં ઉગાડવામાં અનેક સમસ્યાઓમાંથી બચ શકાય છે.
ગળો: આ સમયે આવેલી મહામારીમાં બધા જ લોકોને ગળોનું મહત્વ સમજાયું હતું. ઘણા લોકો જે નહોતા જાણતા એ લોકોને પણ ગળોની ઉપયોગીતા વિશે ખ્યાલ આવ્યો. આ રીતે ગણો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. આ વેલા તથા પાંદડાને સૂકવીને તેનો ઉકાળો બનાવીને તેમજ તેનું સત્વ લેવાથી ઘણી બધી બીમારીઓ દૂર રહે છે. ગળોમાં તૂરો, કડવો, તીખો તથા ગરમ ગુણ હોય છે. જેનાથી તે પિત્તશામક, રસાયન, બળકર, ભૂખ વર્ધક, પાચનકર્તા, હ્રદય માટે હિતકારી, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક તેમજ ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ ગુણ છે. આમ, ગળો તમામ રોગો માટે ઉપયોગી છે.
ડોડી: આ એક ખુબ જ ઔષધીય છોડ છે, જે ગામડાઓમાં ખેતરના શેઢે જોવા મળે છે. ડોડી નામનો ઔષધીય છોડ આયુર્વેદમાં શીતળ, આંખોમાં ઉપયોગી અને આંખોના તેજ માટે હિતાવહ છે. બળપ્રદ ગુણ ધરાવે છે. આ ઔષધીય છોડ તમે ઘરે જ ઉગાડી શકો છો. તમે આ ડોડીના છોડમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન એ રહેલું હોય છે. જેથી આંખોના તેજ વધારવામાં ઉપયોગી થાય છે. જયારે તમે ઘરે આ છોડને ઉગાડીને જયારે આંખોની તકલીફ જણાય ત્યારે તમે તેમાથી રસ કાઢીને આંખોમાં લગાડી શકો છો.
બીલી: ખાસ કરીને બીલીનું વૃક્ષ શિવજીના મંદિરની આસપાસ જોવા મળે છે. જ્યારે ભોળાનાથને પૂજામાં આ વૃક્ષના પાંદડા ચડાવવામાં આવે છે, જેંથી પૂજામાં પુષ્કળ વપરાય છે. પરંતુ આ છોડનાં ફળનો ઉપયોગ ડાયાબીટીસને કન્ટ્રોલ કરવામાં થઇ શકે છે. જયારે શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય, ત્યારે આ બીલીના ફળમાંથી સરબત બનાવીને પીવામાં આવે તો ડાયાબીટીસ કન્ટ્રોલમાં આવી જાય છે.
માટે ઘણા લોકોમાં જોવા મળતી આ સમસ્યાને ઠીક કરવા માટે તમારે આ બીલીના વૃક્ષને ઘરે જઉગાડી લેવું જોઈએ, જેથી કરીને ડાયાબીટીસ નામની કાયમી સમસ્યાને કોઇપણ પ્રકારની દવા કરાવ્યા વગર દૂર કરી શકાય. આમ, બીલી ફળ ડાયાબીટીસ કન્ટ્રોલ કરવામાં રામબાણ ઔષધ છે.
તુળસી: આપણી સંસ્કૃતિમાં તુળસી એક પૂજનીય છોડ છે, જે દરેક ઘરે જોવા મળે છે. આ છોડની ધાર્મિક મહત્વ તો છે જ સાથે તેનું ઔષધીય મહત્વ પણ અનેક ગણું છે. જે લગભગ મોટા ભાગના રોગમાં ઉપયોગી થાય છે. આ છોડનો ઉપયોગ કરવાથી શરીર નાની મોટી અનેક બીમારીઓથી બચી શકાય છે. જયારે આ છોડ ઘરે જ ઉગાડવામાં આવે તો જયારે શરદી, ઉધરસ વગેરે જેવા રોગો થાય તો તાત્કાલિક તેનો ઉપયોગ થઈ શકે છે. જયારે તેના પાનને ઉકાળામાં નાખીને, તેનો ઉકાળો બનાવીને તથા તેની પેસ્ટ બનાવીને વાપરવામાં આવે તો શરીરમાં ખુબ જ મોટો લાભ મળે છે. ખાસ કરીને તુલસી તાવ અને લીવરની સ્વછતા અને ડીટોક્સ કરવા માટે ઉપયોગી છે.
નગોડ: નગોડ શરીરની નસોના દુખાવા મટાડે છે. નગોડ ગામડાઓમાં ઘણી જગ્યાએ બાગ, બગીચાઓમાં જોવા મળે છે. જેને તમારે ઘરે ઉગાડી લેવી જોઈએ. આ નગોડ નામની વનસ્પતિ ખાસ કરીને વાના રોગની તમામ પ્રકારની બીમારીને ઠીક કરે છે, જેમાં વાત શામક ગુણ રહેલા છે. જે વાયુના રોગને ઠીક કરે છે.
જયારે આ નગોડમાં ઘણા બધા કુદરતી તત્વો રહેલા છે, જેમાં સાઈટીકા અને રાંઝણ માટે આ નગોડને રામબાણ ગણવામાં આવે છે. આ નગોડના બીજનું તેલ કાઢીને તેની માલીશ કરવામાં આવે તો તો વાનો અને સ્નાયુનો દુખાવો મટી જાય છે. જેથી શરીરના તત્કાલિક રોગની સારવાર થઇ શકે તે માટે તમારે નગોડનો છોડ ઘરે જ ઉગાડી લેવો જોઈએ.
ચણોઠી: ચણોઠી એક એક ઔષધી છે, જે ગરમ સ્વભાવ ધરાવે છે, જેનો ઉપયોગ ગામડાના લોકો જાણતા હોય છે. જો કે એક પ્રકારે ઝેરી ગુણ પણ ધરાવે છે. જયારે તેના બીજને બાફીને ગરમ કરીને ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમાં અનેક ચમત્કારિક ઔષધીય ગુણો રહેલા છે. આ રીતે તેનો ઉપયોગ કરવાથી શરીરમાં મોઢામાં પડેલી ચાંદીને મટાડવામાં આ એક રામબાણ ઔષધી છે. આ ચણોથી દેશી ઓસડીયા વાળાની દુકાનેથી પણ મળી રહે છે. જ્યાંથી તે લાવીને તેના બીજ ઉગાડવામાં આવે તો ઘરે જ ઉગી શકે છે, જેના પર લાલ કલરના બીજ આવે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ ચણોઠીનાં પાન ચાવવાથી ચણોથી મોઢાની અંદરના રોગ મટાડે છે.
જાસુદ: જાસુદ મગજનું સતેજ કરે છે. જાસુદ એક ગુણીયલ ફૂલ છે. જે માનસિક રોગોની સારવારમાં ઉપયોગી થાય છે. આ જાસુદ એક એવો છોડ છે જે વિટામીન સી, ફાઈબર, આયર્ન જેવા તત્વો ધરાવે છે. જાસુદ મોટા ભાગના લોકોના ઘરે હોય છે. પરંતુ તમારે પણ આ છોડને ઘરે જ ઉગાડી લેવો જોઈએ. જે મગજની શક્તિ વધારે અને યાદ દાસ્ત મજબુત કરે છે. મેમરી પાવરમાં આ જાસુદને રામબાણ ગણવામાં આવે છે. જાસુદ ઘરે હોય તો૯ તેના ફૂલની પાંખડીઓ લઈને તેને સુકવીને પછી તેનો વાટીને પાવડર બનાવી ઉપયોગ કરવાથી માનસિક રોગ ઠીક થાય છે. યાદશક્તિ તેજ બને છે.
ફુદીનો: ફુદીનો ઘણી જગ્યાએ શાકભાજી વાળાની દુકાને જોવા મળે છે. જેનો ખાસ કરીને ચટણી બનાવવામાં ઉપયોગ થાય છે. આ ફુદીના પાંદડાનો રસ કાઢીને પીવાથી શરીરમાં પાચન સંબંધી કબજિયાત, ઝાડા, ગેસ, આફરો, વાયુ જેવી સમસ્યાઓ થતી નથી, ફુદીનો પાચન શક્તિ વધારે છે અને ખોરાકનું વ્યવસ્થીત પાચન કરે છે.
આ છોડના ઘણા તુલસીના જેટલા જ પ્રમાણમાં ઔષધીય રહેલા છે, જેથી આ છોડને તમારે ઘરે જ ઉગાડી લેવા જોઈએ. જેને તમે કુંડામાં કે નાનો એવો ક્યારો કરીને ઉગાડી શકો છો, આ છોડની નાની નાની ડાળખી રોપી દેવાથી અને પાણી આપવાથી તેના મૂળ ફૂટે છે અને ઉગી જાય છે. માટે તમારે આ રીતે ફુદીનાના છોડને પાચન સંબંધી સમસ્યાની ઔષધી તરીકે ઘરે જ ઉગાડી લેવી જોઈએ.
સરગવો: સરગવો એક પ્રકારની શાકભાજી છે. જેની શીંગોનો ઉપયોગ શાકભાજીમાં થાય છે. આ જેના લીધે શરીરમાં ઘણા રોગોથી આપણું શરીર બચી શકે છે. જો કે આ આયુર્વેદમ આ સરગવાની છાલ, પાંદડા, મૂળ, ફૂલ વગેરેનો અદભૂત ઉપયોગ આપવામાં આવ્યો છે. આ એવી વનસ્પતિ છે કે જેના બધા જ અંગોનો ઉપયોગ કરીને લગભગ 300થી વધારે પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે. આ માટે જો તમારા ઘરે જ આ સરગવો ઉગાડવામાં આવે તો તમે સીધો જ તેના બધા જ અંગોનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સરસવાની પાકેલી ડાળખી લાવીને તેને ઘરે જ ખુતાડી દેવામાં આવે તો અને તેને નિયમિત પાણી પાવામાં આવે તો તેમાંથી આ સરગવાની વૃક્ષ બની જાય છે. જેનાથી તમે ભરપૂર ઔષધીય લાભ મેળવી શકો છો.
બારમાસી: બારમાસીના છોડ મોટાભાગે ઘણા લોકોને ઘરે જોવા મળે છે, જે ઔષધીય વધારે ડાયાબીટીસ મટાડવાના ગુણ ધરાવે છે. જે લોકોને ડાયાબીટીસની સમસ્યા હોય તેવા લોકો આ છોડના ફૂલને રાત્રે પાણીમાં પલાળીને પીવામાં આવે તો ડાયાબીટીસ મટી જાય છે. જે દવા કરતા પણ ઉપયોગી ગુણ ધરાવે છે, જેના મૂળમાં પણ ડાયાબીટીસના નાશ કરનારા ગુણ હોય છે. આ માટે તમારે ડાયાબીટીસનાં ઈલાજ તરીકે ઉપયોગમાં લઇ શકાય એટલા માટે ઘરે જ તમારે આ બારમાસીનો છોડ ઉગાડી લેવો જોઈએ.
પારિજાત: પારિજાત વા અને ઘુટણના દુખાવા મટાડે છે. પારીજાતનો આયુર્વેદમાં ખુબ જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જયારે પારીજાતને વા અને સાયટીકાના દર્દ માટે ઉપયોગી માનવામાં આવ છે, જયારે તમે આંગણામાં પારિજાતનો છોડ વાવ્યો હશે તો તમને એક પ્રકારની ફ્રેશનેસ તાજગી ફિલ થાય છે. તમે જયારે આ આ પારીજાતનો ફૂલ છોડ પ્રકારનું વૃક્ષ છે.
જયારે ચીકનગુનિયા થયો હોય, સંધિવા થયો હોય કે વાનું કોઇપણ પ્રકારનું દર્દ હોય ત્યારે પારિજાત ખુબ જ ઉપયોગી છે. પારિજાતના પાંચ કે સાત જેટલા પાંદડા લઈને તેને પથ્થર વડે પીસીને તેની ચટણી બનાવી લેવી. આ પછી આ પછી અ પાણીને ઉકાળવું અને જયારે તે પાણી ઉકળે ત્યારે ઠંડું કરીને પીવાથીગઠીયો નામનો વાનો રોગ પણ મટે છે. આ છોડ જૂનામાં જૂના વાના દર્દને મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે. આથી તે કમર દર્દમ સંધિવા, સ્નાયુનો દુખાવો, ઘૂંટણનો દુખાવો વગેરે જેવા દુખાવાને મટાડી શકે છે. માટે તમારે આ વાની તકલીફમાંથી બચવા માટે આં છોડને ઘરે જ ઉગાડી લેવો જોઈએ જેથી ઘર બેઠા ઈલાજ થઇ શકે.
અરડૂસી: અરડૂસી એક ખુબ જ ઉપયોગી છોડ છે, જે તમારા શરીરમાં રહેલી શરદીં, ઉધરસ અને કફ માટે રામબાણ માનવામાં આવે છે, જેનો ઘરેલું ઉપચાર થઇ શકે તે માટે આ છોડને તમારા ઘર આંગણે જ તેને ઉગાડી લેવો જોઈએ. તે કફ નાશક ગુણ ધરાવે છે, જેથી અરડૂસી શરદી અને કફ તેમજ ઉધરસમાં ઉપયોગી છે.
બોરસલી: બોરસલી કે વૃક્ષ પ્રકારનો છોડ છે, જેના ફળ પણ ખાઈ શકાય છે, જેને બોર જેવા નાના નાના ફળ આવે છે, તેની છાલ ચાવવાથી મોઢાની ચાંદી અને દાંત હલતા હોય તો મટે છે. સાથે તે મોઢાનો સડો અને પાયોરિયા જેવા રોગોમાં પણ ઉપયોગી છે. આ સિવાય શરીરમાં મસા થયા હોય તો બોરસલી મસાના રોગ માટે ઉપયોગી છે.
ગ્રીન ટી આંખો, ચામડી, વાળ અને વજનને કન્ટ્રોલ કરે છે. આપણે મોટા ભાગે તૈયાર પડીકીમાં ગ્રીન તી લાવીએ છીએ. જે ગ્રીન ટી એક એન્ટીઓક્સીડેંટ ગુણ ધરાવે છે. લીલી અને તાજી ગ્રીન ટીમાં ઔષધીય ગુણ વધારે હોય છે. જેથી તમારે આ ગ્રીન ટીનો છોડ પણ ઘરે જ ઉગાડવો જોઈએ જેથી બીમારીમાં રક્ષણ મળે.
મીઠો લીમડો: મીઠો લીમડો ચામડીના રોગ અને વાળ માટે ઉપયોગી છે. આપણે જાની છીએ કે મીઠો રોજબરોજ દાળ ભાત અને કઢીમાં તેમજ અન્ય ખોરાકના વઘારમાં લીમડાનો ઉપયોગ થાય છે. આ માટે જો તમારે લીમડાને ઘરે જ ઉગાડી લેવો જોઈએ, જેથી વારંવાર બહારથી લાવવો ન પડે. જેનો ખોરાકમાં ઉપયોગથી અનેક ફાયદાઓ મળે છે. આ સિવાય તમે જો આ છોડને ઉપયોગમાં લેવામાં આવે તો ચામડીના રોગ અને વાળની સમસ્યા પણ મટે છે. મીઠા લીમડાનું તેલ અને મીઠા લીમડાનો રસ માથામાં પડતી ટાલ અને વાળને સફેદ થતા અટકાવવામાં ઉપયોગી છે.
આમ, આપણને અવાનવાર જોવા મળતી બીમારીઓથી બચવું હોય તો આવા છોડ તમારા ઘર આંગણે વાવી દેવા જોઈએ. આ છોડ જો તમે ઘરે જ ઉગાડી દેશો તો નાની મોટી બીમારીઓમાં તમારે દવા ખાવાની જરૂર નહિ પડે, એક પ્રકારે ખોરાકમાં ઉપયોગ થશે, દવામાં પણ ઉપયોગ થશે અને સાથે આજુબાજુના વાતાવરણને પણ તે સુરક્ષિત રાખવામાં ઉપયોગી થશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.